Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

શ્રીમાળી સોની ઝાલાવડી મહિલા મંડળ દ્વારા બહેનો માટે નિઃશુલ્ક કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૯ : શ્રીમાળી સોની ઝાલાવાડી મહિલા મંડળ - રાજકોટ દ્વારા બહેનો માટે ફિટનેસ કાર્યક્રમનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ છે. જેમાં એરોબીકસ એકસરસાઈઝ, ઝુમ્બા ડાન્સ, કાર્ડીયો તેમજ પાવર ગરબાનું સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટમાં સૌપ્રથમવાર પાવર ગરબાનું આયોજન કરેલ છે.

કાર્યક્રમનું સ્થળ - કોઠારીયા નાકા - શ્રી ઝાલાવાડી સોની સમાજની વાડી ઝવેરી હોલ તા.૨૧, ૨૨, ૨૩ (બુધ, ગુરૂ શુક્ર) સાંજે ૫ થી ૬ યોજાશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝાલાવાડી મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન રાણપરા, મંત્રી પ્રફુલાબેન ચંપાબેન, ભારતીબેન, લત્તાબેન, હિરલબેન તેમજ નિશાબેન જહેમત ઉઠાવી રહ્યા છે. ભાગ લેવા ઈચ્છતા બહેનોએ હિરલબેન રાણપરા - ૯૦૩૩૩ ૩૩૦૦૮, લતાબેન રાધનપુરા - ૭૬૦૦૭ ૩૧૫૭૩, નીશાબેન રાણપરા-૯૮૨૪૨ ૦૮૬૮૭નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:10 pm IST)