Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

રાજકોટ જીલ્લાની પાંચ પાલીકામાંથી ત્રણમાં ભાજપનો ભગવોઃ બેમાં પંજાનો સપાટો

ભાયાવદર તથા ધોરાજીમાં કોંગ્રેસે 'કમળ'ને કચડી નાખ્યું... : ઉપલેટા-જસદણ-જેતપુરમાં કોંગ્રેસના સૂપડા સાફઃ ઉપલેટામાં એક બેઠક સામ્યવાદીને

રાજકોટ તા. ૧૯ :.. આજે યોજાયેલ રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલીકાની મત ગણત્રીમાં બે પાલીકામાં કોંગ્રેસના પંજાએ સપાટો સર્જી દિધો છે, તો ત્રણમાં ભાજપનું કમળ ખીલ્યાનું મળી રહેલા સત્તાવાર અહેવાલો ઉમેરી રહ્યા છે. કુલ ર લાખ ૪૮ હજારમાંથી ૧ લાખ ર૪ હજારથી વધુનું મતદાન થયું હતું. જેમાં ભાયાવદરના કુલ ૬ વોર્ડની ર૪ બેઠકમાંથી કોંગ્રેસને ૧પ અને ભાજપને ૯ બેઠક મળી છે. જસદણમાં ચીત્ર પલટાયું છે, વિધાનસભામાં આ બેઠક કોંગરેસને ફાળે ગઇ છે, પરંતુ પાલીકા ચૂંટણીમાં કુલ ૭ વોર્ડની ર૮ બેઠકમાંથી ર૩ ભાજપને અને પ કોંગ્રેસને મળી છે.

ઉપલેટામાં પણ ભાજપના ભગવાએ રંગ રાખ્યો છે, કુલ ૯ વોર્ડની ૩૬ બેઠકમાંથી ર૯ ભાજપ-૬ કોંગ્રેસને તથા એક બેઠક સામ્યવાદી પાર્ટીને ફાળે ગઇ છે.

ધોરાજીમાં વિધાનસભા પરીણામ મુજબ કોંગ્રેસના પંજાએ ભાજપના કમળને કચડી નાખ્યુ છે. અહી કુલ ૩૬ બેઠકમાંથી ૧૪ બેઠકમાંથી ૧૪ ભાજપ તો રર કોંગ્રેસને મળી છે. જેતપુરમાં બપોરે ર વાગ્યાના અહેવાલો મુજબ કુલ ૪૪ બેઠકમાંથી ર૦ બેઠક ભાજપને અને ર કોંગ્રેસને મળી છે, અહીં મતગણત્રી ધીમી ચાલે છે, ફાઇનલ રીઝલ્ટ બપોરે ૩ વાગ્યા બાદ આવી શકે છે.

(3:22 pm IST)