Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ગુંદાવાડીમાં એકટીવા સળગાવી ડખ્ખો કરનાર રિધમ સોનીને પાસામાં ધકેલાયો

ભકિતનગર પોલીસે વોરન્ટ બજવણી કરતાં બરોડા જેલહવાલે થયો

રાજકોટઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે વધુ એક ગુનેગારને પાસા તળે જેલમાં ધકેલી દીધો છે. ત્રણ દિવસ પહેલા ગુંદાવાડીમાં પોતાની સાઇકલની સામે એકટીવા આવી જતાં એકટીવા ચાલક પાછળ છરી લઇ દોડી બાદમાં તેનું એકટીવા સળગાવી દેવાના ગુનામાં પકડાયેલા કેવડાવાડી-૧૯ના રિધમ કમલેશભાઇ મોડાસરા (ઉ.૨૦) નામના સોની શખ્સને પાસામાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશ્નરશ્રીએ મંજુર કરી બરોડા જેલ હવાલે કરવા હુકમ કરતાં ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, નિલેષભાઇ મકવાણા, ભાવીનભાઇ ગઢવી, વાલજીભાઇ જાડા, સલિમભાઇ મકરાણી, પ્રવિણભાઇ ગઢવી, રાણાભાઇ કુગશીયા, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હોમગાર્ડ હાર્દિક પીપળીયાએ વોરન્ટની બજવણી કરી હતી.

(12:39 pm IST)