Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કોઠારીયા સોલવન્ટના શિતળાધારમાં બાઇક અથડાવા પ્રશ્ને મારામારી થતાં પાંચ ઘાયલ થયા

રાજકોટ તા. ૧૯: દિવાળીના તહેવારમાં ધોકાને દિવસે કોઠારીયા સોલવન્ટ શિતળાધારમાં બાઇક અથડાવા મામલે ચડભડ થયા બાદ ધોકા-પાઇપ ઉલળતાં પાંચને ઇજા થઇ હતી.

શિતળાધાર ૨૫ વારીયામાં રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં મુળ યુ.પી.ના સુરેન્દ્ર ભરૂલ ચોૈધરી (ઉ.૪૦), ચનીબેન સુરેન્દ્ર ચોૈધરી (ઉ.૩૬), મનોજ ભાલમન ગોૈતમ (ઉ.૩૦) અને પંકજ સુરેન્દ્રભાઇ ચોૈધરી (ઉ.૧૫) પર આ વિસ્તારના જ અજય, વકિલ, લાલુ સહિતે ધોકા-પાઇપથી હુમલો કરી ઢીકા-પાટુ મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સામા પક્ષે શિતળાધારના મનુ શિવનાથ પટેલ (ઉ.૩૬)એ પણ પોતાના પર સુરેન્દ્ર, પંકજ સહિતે સળીયાથી હુમલો કર્યાની ઇજા સાથે સારવાર લીધી હતી. સુરેન્દ્રના મિત્રના કહેવા મુજબ પંકજ સાથે સામેવાળાએ બાઇક અથડાવતાં બોલાચાલી બાદ મારામારી થઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં એએસઆઇ વાય. ડી. ભગતે સુરેન્દ્રની ફરિયાદ પરથી વકિલ ઉર્ફ ઓકિલ, લાલમુની, મનોજકુમાર સામે ગુનો નોંધ્યો છે

(3:09 pm IST)