Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

દિવાળી પર્વના ત્રણ દિવસમાં બેભાન થયા બાદ સાત વ્યકિતના મોતઃ પરિવારોમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૯ :.. દિવાળીના તહેવારમાં ત્રણ દિવસમાં અલગ-અલગ વિસ્તારમાં બેભાન થયા બાદ ચાર યુવાન સહિત સાત વ્યકિતના સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા પરીવારોમાં શોક વ્યાપી ગયો છે.

  • બામણબોર પાસે બેભાન થઇ જતા રાજુભાઇનું મોત

 કુવાડવા નજીક બામણબોર નવાપરામાં રહેતા રાજુભાઇ  જેરામભાઇ તારગીયા (ઉ.વ.૪૮) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે હેડકોન્સ. જે.એમ. ઝાલાએ કાર્યવાહી કરી હતી.

  • ઉલ્ટીઓ થયા બાદ બેભાન થઇ જતા પ્રૌઢનું મોત

નાના મવા રોડ પર સીલ્વર ગોલ્ડ રેસીડેન્સી શેરી નં. પ માં રહેતા મનસુખભાઇ ત્રિભોવનભાઇ અમૃતીયા (ઉ.પ૮) ગઇકાલે પોતાના ઘરે ટાંકામાંથી પાણી ભરવા જતા એકાએક તબીયત બગડતા ઉલ્ટીઓ થતા બેભાન થઇ જતા તેને બેભાન હાલતમાં સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા  ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. હરદેવસિંહ રાઠોડે કાર્યવાહી કરી હતી.

  • શ્વાસ ઉપડયા બાદ વૃધ્ધ મહેન્દ્રભાઇનું મોત

યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે જવેરચંદ મેઘાણી ટાવર ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર એ-વીંગ-૯૦૪ માં રહેતા મહેન્દ્રભાઇ વેલજીભાઇ મુલીયાણા (ઉ.વ.૬૩) ગઇકાલે પોતાના ઘરે હતાં. ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ થતા કોરોનાની શંકાના આધારે તેને સારવાર માટે સીવીલ  હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનો કોરોનાનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. બાદ તેને ઘરે લઇ ગયા બાદ ફરી શ્વાસ ચડતા બેભાન થઇ જતા તેને વોકહાર્ડ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. કે. કે. ઝાલા અને રાઇટર પ્રદિપભાઇએ કાર્યવાહી કરી હતી.

  • બેભાન થયા બાદ સંજયભાઇનું મોત

ગાંધીગ્રામ લાખના બંગલા પાસે ઓમ એપાર્ટમેન્ટમાં રહેતા સંજયભાઇ ચીમનભાઇ મકવાણા (ઉ.૪પ) રાત્રે પોતાના ઘરે હતાં. ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે ગાંધીગ્રામ  પોલીસ મથકના પીએસઆઇ પી. કે. ક્રિશ્ચીયન તથા રાઇટર મહેશભાઇ કછોટે કાર્યવાહી કરી હતી.

  • વેલનાથપરામાં બેભાન હાલતમાં પ્રૌઢનું મોત

મોરબી રોડ પર સાગર પાર્ક શેરી નં. ૧ માં રહેતા નિતીનભાઇ મગનભાઇ આસોડીયા (ઉ.વ.પપ) રાત્રે પોતાના ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયંુ હતું.

મૃતક નીતિનભાઇને સંતાનમાં બે પુત્ર છે. આ અંગે બી. ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. હિતેષભાઇએ કાર્યવાહી કરી હતી.

  • અમરનગરના યુવાનનું બેભાન હાલતમાં મોત

દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે અમરનગર-૧ માં રહેતા રાજુભાઇ મોહનભાઇ નિશાદ (ઉ.રપ) પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ. બી. આર. સોલંકીએ કાર્યવાહી કરી હતી.

  • જંકશન રોડ પર બેભાન હાલતમાં યુવાનનું મોત

જંકશન રોડ પર સરકારી ગોડાઉન પાસે ઝૂપડામાં રહે તો વિનોદ મગનભાઇ લોઢે (ઉ.૩૦) (મરાઠી) ગઇકાલે પોતાના ઘરે હતો. ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્સ. ચંદ્રસિંહ ઝાલા તથા રામજીભાઇએ કાર્યવાહી કરી હતી.

(2:31 pm IST)