Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

સેવા પરમો ધર્મ... શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ - અમદાવાદનો આવતીકાલે ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ

ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયક વર્ચુઅલ પ્લેટ ફોર્મ દ્વારા આજે ગુરૂવારે લાભ પાંચમના શુભ દિવસે સાંજે ૫:૩૦ વાગે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલને શુભેચ્છા પાઠવશે

રાજકોટ : શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ , રાજકોટ અને અમદાવાદ કળયુગમાં કોઈ પણ જાત - પાતના ભેદભાવ વગર સતત ૨૦ વર્ષથી સેવાનું કાર્ય કરી રહી છે. 'દિલ વિધાઉટ બિલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ છેલ્લા ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે.

આવતીકાલે તા. ૨૦-૧૧-૨૦ ના રોજ આ હોસ્પિટલે ૨ વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈરહી છે. આ પ્રસંગે ઓડિશા સરકાર સાથે દર વર્ષ ૧૦૦૦ બાળકોનું વિના મુલ્યે હૃદયનું ઓપરેશન કરવા માટે M.O.U મુખ્ય મંત્રીશ્રીની ખાસ હાજરીમાં કરવામાં આવશે. હૃદયરોગના ગરીબ દર્દીઓને વિનામૂલ્ય નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પૂરૃં પાડ્યું છે. હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામુલ્યે થાય છે.

 શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ કે  જે ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદય રોગની ચેરીટેબલ હોસ્પિટલ છે કે જે બાળકોના હૃદયના ઓપરેશન જેનો કોઈ પણ હોસ્પિટલમાં ૩ થી ૫ લાખ ખર્ચો થાય છે તેવા મોંઘા ભાવના ઓપરેશન વિના મુલ્યે કરે  છે.

૩૧૦ બેડ, ૪ ઓપરેશન થીએટર અને ૨ કેથ લેબ ધરાવતી આ હોસ્પિટલમાં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના સમાજના ગરીબ વર્ગના હૃદયની તકલીફ ધરાવતા લોકોને વિનામુલ્યે નવજીવન અપાય છે. સેવા ક્ષેત્રે આ એક ક્રાંતિ છે.

સરનામું : શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, કાસીન્દ્રા ગામ, સરખેજ- ધોળકા રોડ, અમદાવાદ ફોનઃ ૦૨૭૧૮૨૨૪૮૦૦, ૯૩૨૮૫૧૮૦૩૭.

(12:20 pm IST)