Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

એસટીને દિવાળી ફળીઃ ૫ દિવસમાં રાજકોટ ડિવીઝને ૧૨૭ એકસ્ટ્રા બસો દોડાવી

પંચમહાલ, ગોધરા, અમદાવાદ, વેરાવળ, દિવ, દ્વારકા, ભૂજ એકસ્ટ્રા બસો મુકાઈઃ ૧૭ લાખની એકસ્ટ્રા આવકઃ આજથી બધુ નોર્મલ ચાલુ

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ એસટી ડીવીઝનને દિપાવલીનો તહેવાર આ કોરોનાકાળ અને ૭૫ ટકા મુસાફરો લેવાના નિયમો વચ્ચે પણ ફળ્યો છે. ગત સોમથી શુક્ર દરમિયાન ચિક્કાર ટ્રાફીક રહેતા ૫ દિવસમાં કુલ ૧૨૭ જેટલી એકસ્ટ્રા બસો દોડાવવી પડી હતી.

ડેપો મેનેજર શ્રી નીશાંત વરમોરા તથા અન્ય તમામ સ્ટાફ જૂના-નવા બન્ને બસ ડેપો ઉપર રાઉન્ડ ધ કલોક હાજર રહ્યો હતો.

કુલ ૧૨૭ એકસ્ટ્રા બસોમાંથી ૪૭ બસ રાજકોટ ડેપોની અને બાકીની અન્ય ડેપોની હતી.

ખાસ કરીને પંચમહાલ, ગોધરા, અમદાવાદ, દ્વારકા, દિવ, ભૂજ, વેરાવળ, સોમનાથ, જામનગર તરફ વધુ ટ્રાફીક અને બસોની ડીમાન્ડ રહી હતી.

દરમિયાન આજથી તા. ૧૭થી ટ્રાફીક નોર્મલ શરૂ થઈ ગયો છે. રાબેતા મુજબ મુસાફરોની અને અપડાઉન કરનાર મુસાફરોની આવન-જાવન શરૂ થઈ છે.(૨-૫)

 

(10:37 am IST)