Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રાજકોટના જયશન પટેલના ગોડાઉનમાંથી ૮૦ર બોટલ દારૂ અને ઘરમાંથી રિવોલ્વર મળી

રાવકીના શેઇડમાં લોધીકાના પી.એસ.આઇ. એચ. એમ. ધાંધલ તથા સ્ટાફનો દરોડોઃ દારૂ પ્રકરણમાં રાજકોટના અન્ય ૩ શખ્સોની શોધખોળ

રાજકોટ તા. ૧૯: રાજકોટની ભાગોળે રાવકી ગામની સીમમાં શેઇડના ગોડાઉનમાંો લોધીકા પોલીસે રેઇડ કરી ૮૦ર બોટલ દારૂના જથ્થા સાથે રાજકોટના પટેલ શખ્સને ઝડપી લીધો હતો. જયારે અન્ય ૩ ના નામો ખુલતા શોધખોળ હાથ ધરાઇ છે. પકડાયેલ પટેલ શખ્સના ઘરમાંથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવતા તે અંગે તેની સામે અલગથી ગુન્હો દાખલ કરાયો છે.

પ્રાપ્ય વિગતો મુજબ રાજકીની સીમમાં માખાવડ રોડ ઉપર સુરભી ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલ કારખાનાના શેઇડ નં. ૮ માં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળતા લોધીકાના પી.એસ.આઇ. એચ. એમ. ધાંધલ તથા પો. કો. લખધીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે જયશન રસીકભાઇ સાવલીયા (પટેલ) રે. સ્વાતીપાર્ક શેરી નં. ૬ કોઠારીયા રોડ રાજકોટના કબ્જા ભોગવટાના શેઇડમાં રેઇડ કરી વિદેશી દારૂની બોટલ નંગ ૮૦ર કિ. રૂ. ૮૦,૭૦૦/- નો જથ્થો પકડી પાડી જયશન પટેલને ઝડપી લીધો હતો.

પકડાયેલ જયશન પટેલે પોલીસ પૂછતાછમાં આ દારૂનો જથ્થો મુન્ના પઠાણ રે. જામનગર રોડ રાજકોટએ આપ્યો હોવાની અને આબીલ  મોદી રે. જંગલેશ્વર રાજકોટ તથા અજાણ્યો એક શખ્સ ગોડાઉનમાંથી દારૂના વેચાણ માટે હેરાફેરી કરતા હોવાની કેફીયત આપતા ઉકત ત્રણેયની શોધખોળ હાથ ધરાઇ છે.

તેમજ પકડાયેલ જયશન પટેલે પોલીસ પૂછતાછમાં તેની ઘરે દેશી બનાવટની રિવોલ્વર હોવાની કબુલાત આપતા લોધીકા પોલીસે જયશનના ઘરેથી રિવોલ્વર કબ્જે કરી તેની સામે હથિયારધારા હેઠળ અલગથી ગુન્હો દાખલ કર્યો હતો. જયશને આ હથિયાર કયાંથી લીધું? અને શેના માટે લીધું હતું? તે અંગે તેની વિશેષ પૂછતાછ હાથ ધરાઇ છે.

(12:18 pm IST)