Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

નિલકંઠ પાર્ક વિસ્‍તારની જમીન સંબંધે બિલ્‍ડર દ્વારા પોલીસ કમિ.ને ફરિયાદ અરજી

રાજકોટ,તા.૧૯: નીલકંઠ સીનેમાની પાછળ આવેલ નીલકંઠ પાર્ક વિસ્‍તારના ટી.પી. સ્‍કીમ નં.૬, ફાઇનલ પ્‍લોટ,નં. ૯૬ અને ૧૦૨ વાળી મિલ્‍કત સંબંધે ફોજદારી ફરીયાદ અરજી પોલીસ કમિશ્નરને કરવામાં આવેલ છે. (૧) રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ ઉપર નિલકંઠ સીનેમાની પાછળ આવેલ નિલકંઠ પાર્કનામે ઓળખાતી મિલ્‍કત કે જે રાજકોટના રેવન્‍યુ સર્વે નં.૨૬૦, ૨૬૧, ૬૬૬, ૬૬૭,૬૯૩ જે વિસ્‍તારના ટી.પી. સ્‍કીમમાં સમાવિષ્‍ટ થતા ટી.પી.સ્‍કીમના ફાઇનલ પ્‍લોટ નં. ૯૬ અને ૧૦૨ ની જમીન ચોરસ મીટર ૧૫૯૯૦-૮૫ ચંદ્રપ્રભા બિલ્‍ડર્સની માલીકીની આવેલી છે જે મિલ્‍કત સબંધે સ્‍વાતી લેન્‍ડ ડેવલોપર્સ જોગ થયેલ વેચાણ દસ્‍તાવેજ અનું.નં. ૪૨૭૧, તા.૩/૧૦/૨૦૦૦ નો રદ કરવાનો સીવીલ કોર્ટમાં સ્‍પે. દિવાની કેસ નં. ૧૧૯/૨૦૦૩થી દાખલ થયેલ છે જે દાવામાં આ મિલ્‍કતના કબજા અને વેચાણ સંબંધે યથાવત પરીસ્‍થિતી જાળવી રાખવાનો તા.૨૪/૦૯/૨૦૦૩ ના રોજ દાવાના આખરી નીકાલ સુધીનો મનાઇ હુકમ ફરમાવામાં આવેલ છે.

(૨)આમ છતા ગોપાલદાસ કરશનદાસ પટેલ અને તેના મળતીયાઓ કોર્ટના હુકમની અવગણના કરી નામદાર અદાલતના હુકમનો અનાદર થાય તે રીતે શની-રવીનાી રજાનો લાભ લઇ સાંજના પાંચેક વાગ્‍યે તહોમતદારોએ આંતકવાદીઓ જેવુ ગુન્‍હાહીત કૃત્‍ય આચરી જીવલેણ હથીયારો સાથે જીવલેણ હુકમો કરવાની દહેશત ફેલાવી ગુન્‍હો આચરેલ હોય પોલીસ કમિશ્નરને લેખીત ફરીયાદ અરજી આપેલી.પોલીસ તરફથી કોઇ પગલા નહી ભરાતા લેખીત ફરીયાદ પોલીસ કમિશ્નરને આપવામાં આવેલી અને તેની નકલો તમામ ઉપરી અધિકારીઓ અને માનનીય ગૃહ મંત્રી તેમજ મુખ્‍યમંત્રીને મોકલવામાં આવેલી. આ બાબતે ફરીયાદીએ ગોપાલ કરશન વિરૂધ્‍ધ કોર્ટ ઓફ કન્‍ટેમ્‍પટની અરજી પણ  દર્જ કરેલ છે.

આ કામમાં ફરીયાદી મયુરભાઇ લોઢીયાવતી રાજકોટના ધારાશાષાી એલ.જે.શાહી, ચંદ્રકાન્‍ત દક્ષિણી, ભુવનેશ શાહી તથા હિતેશ ગોહીલ રોકાયેલા છે.

(3:50 pm IST)