Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

રઘુનંદન સોસાયટીમાં શીવરાજ જામના મકાનમાં દરોડોઃ ઘોડીપાસા રમતા ૭ ઝડપાયા

પ્રનગર પોલીસનો દરોડોઃ મકાન માલિક શિવરાજ તથા રાજા, વિજય, મહેશ, ઇશ્વર, ઇરફાન અને સુશીલની ધરપકડ

રાજકોટ, તા.૧૯: શહેરના પોપટપરામાં રઘુનંદન સોસાયટીમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા પ્રનગર પોલીસે દરોડો પાડી મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રઘુનંદન સોસાયટી શેરી નં.૧/૬માં આવેલા એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની કોન્સ યુવરાજસિંહ જાડેજાને બાતમી મળતા સ્ટાફ સાથે રઘુનંદન સોસાયટી શેરી નં.૧/૬માં મકાનમાં દરોડો પાડી ઘોડી પાસાનો જુગાર રમતા મકાન માલિક શિવરાજ દેવરાજરાજભાઇ જામ તથા રઘુનંદન સોસાયટી શેરી નં.૬ના રાજા રામચંદભાઇ ઠક્કર, શેરી નં.૨ના વિજય જગદીશભાઇ ગોસ્વામી, પરસાણાનગર શેરી નં.૬ના મહેશ દયારામભાઇ વસદાણી, બજરંગવાડી શેરી નં.૧ના ઇશ્વર ચંદુલાલભાઇ ઠક્કર, જામનગર રોડ સ્લમ કવાર્ટરના ઇરફાન કાસમભાઇ માણેક તથા જંકશનપ્લોટ શેરી નં.૧૪ના સુશીલ જમનાદાસભાઇ બખતીયાપુરીને પકડી લઇ રૃા.૩૫,૩૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.આઇ.આર. ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.સી.રાણા, હેડ કોન્સ કરણભાઇ મારૃ, કલ્પેશભાઇ ચાવડા, કોન્સ યુવરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અને અનોપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

(3:34 pm IST)