Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

લાલપરી મફતીયાપરા પાસેથી જેન્તી શંકાસ્પદ બાઇક સાથે પકડાયો

બી ડીવીઝન પોલીસની કાર્યવાહી

રાજકોટ,તા. ૧૯ : શહેરના લાલપરી મફતીયા પરા પાસેથી બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે એક શખ્સને શંકાસ્પદ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના જુદા-જુદા વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ અને એસીપી એસ.આર.ટંડેલે સુચના આપતા  બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. કેતનભાઇ નીકોલા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ. નિલેશભાઇ તથા કિશનભાઇને બાતમી મળતા લાલપરી  મફતીયાપરા મેઇન રોડ પરથી નંબર પ્લેટ વગરના એક શંકાસ્પદ બાઇક સાથે જેન્તી બાબુભાઇ બાવળીયા (ઉવ.૪૨) (રહે. ચામુંડા સોસાયટી શેરી નં. ૨ કુવાડવા મેઇન રોડ)ને પકડી લઇ પુછપરછ હાથ ધરી છે. આ બાઇક ચોરાઉ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે આ કામગીરી હેડ કોન્સ. કેતનભાઇ, કોન્સ. હેમેન્દ્રભાઇ, નિલેશભાઇ, જયદીપસિંહ, મિતેશભાઇ, મહેશભાઇ તથા કિશનભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:32 pm IST)