Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

રાજકોટ મનપામાં ટાઉન પ્લાનિંગ શાખાનાકર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતા ફફડાટ : આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને સર્વેયર સહિત બેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ : ટાઉન પ્લાનીંગ વિભાગનાં એ.ટી.પી. શ્રી ગુપ્તાને હોમ આઈસોલશનમાં સારવાર અપાઇ રહી છે. તેમના પત્ની તથા માતા અને પુત્રનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે સર્વેયર બી.ડી.પરમાર ને બે દિવસ પહેલા ઓકિસજનનું લેવલ ઘ્ઘટતા તેઓને સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. જયાં તેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. તેઓની તબિયત સારી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

નોંધનિય છે કે હવે મ.ન.પા.ના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોનાના સકંજામાં આવવા લાગતા કચેરીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મોટાભાગના વિભાગો ખાલી જોવા મળે છે. અરજદારો પણ અહીં આવતા નથી.

(2:34 pm IST)