Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

રાજકોટ કલેકટર કચેરીના ડે. મામલતદાર નિખિલ ગોહેલનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન

ચોટીલાઃ ભારતના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વના દિવસે રાજકોટ કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર શ્રી નિખિલ ગોહેલનું કોવિડ-૧૯ની બીજી લહેર દરમ્યાન સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માનનીય કેબીનેટ મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં કરવામાં આવેલ. શ્રી નિખિલ ગોહેલે અધિક કલેકટર શ્રી જે.કે.જેગોડા તથા ગોંડલ પ્રાંત અધિકારી શ્રી રાજેશ આલના માર્ગદર્શન તળે ઉત્કૃષ્ટ કામગીરી કરી ફરજ દરમિયાન કરી હતી તે બદલ ગોહેલને સન્માનિત કરી તંત્રએ ખરા અર્થમાં અનસંગ કોરોના વોરીયરનુ સન્માન કરેલ. બહોળું મિત્ર વર્તુળ ધરાવતા શ્રી નિખિલ ગોહેલને ભવિષ્યમાં પણ આવી ઉતમ કામગીરી કરવા શુભેચ્છાઓ મળી રહી છે.(તસ્વીર, અહેવાલઃ હેમલ શાહઃ ચોટીલા)

(11:48 am IST)