Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

મોવિયામાં સોમવારથી ભાગવત કથા-વિષ્‍ણુ મંડપ મહોત્‍સવW

ગોંડલથી માત્ર ૭ કિ.મી. દૂર ૪૫૦ વર્ષ પુરાણી સંત શ્રી ખીમદાસબાપુ ચૈતન્‍ય સમાધી મંદિર વડવાળી જગ્‍યામાં ભવ્‍યાતિભવ્‍ય આયોજન : ડી.જે. ઢોલના સંગાથે સંતોની વાજતે - ગાજતે શોભાયાત્રા નીકળશે : પૂ.અનુબાપુ હરીયાણી જ્ઞાનગંગા વહાવશે : રામધૂન, રાસોત્‍સવ, સંતવાણીના પણ કાર્યક્રમો : ધર્મસભામાં ૬૦ થી વધુ સાધુ સંતોની ઉપસ્‍થિતિ : પૂ. મહંત શ્રી ભરતદાસબાપુ

રાજકોટ : સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્‍ય સમાધિ મંદિર વડવાળી જગ્‍યા માં આગામી તા. ૨૩ના સોમવારથી ૨૯ના રવિવાર સુધી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ એવંમ વિષ્‍ણુ મંડપ (સંત મેળો) ઉત્‍સવનુ આયોજન કરવામાં આવ્‍યું છે. આ જ્ઞાનયજ્ઞમા મોવિયા તેમજ આજુબાજુના ગામના પ્રજાજનો સવારે ૯થી ૧૨ અને બપોરે ૩-૩૦ થી ૬-૩૦ સુધી કથા રસપાન કરશે. તા.૨૨ સોમવારે બપોર પછી ૩ વાગ્‍યે બેંડ વાજા ડી. જે ના ઢોલે સંતોની શાહી પેસવાઇ સાથે મોવિયા ગામના મુખ્‍ય માર્ગો પર પોથીયાત્રા નીકળશે. તેમજ પ્રથમ દિવસે મોવિયા ગામના સાધુ બ્રાહમણની ચોર્યાસીનુ આયોજન કરવામાં આવ્‍યું છે. સાવરકુંડલા પાસે ચીખલી ગામના પ.પુ અનુબાપુ હરીયાણી કથામાં વ્‍યાસાસને બીરાજમાન થઈને સુરમય સંગીત શૈલીમા કથા શ્રવણ કરાવશે. આ સપ્તાહ દરમ્‍યાન સૌરાષ્‍ટ્ર કચ્‍છની દેહાણની જગ્‍યાઓના અનેક પૂજનીય સંતો મહંતો, મહામંડલેશ્વરશ્રીઓ પધારી ભક્‍તોને આશીર્વાદ રૂપી સતસંગ નો  લાભ આપશે.

કથા દરમિયાન રામજન્‍મ, કળષ્‍ણ જન્‍મ, રૂક્‍મિણી વિવાહ વગેરે ઉત્‍સવો ધામ ધુમ થી ઉજવવામાં આવશે.  દર વર્ષે અપાતો સંત ખીમદાસ બાપુ એવોર્ડ તા. ૨૭ ના રોજ સાંજે ૬વાગે વિવિધ ક્ષેત્રમાં વિશેષ સેવા કરનાર વિશીષ્ટ વ્‍યક્‍તિઓને જગ્‍યાના ગાદીપતિ પુ. મહંતશ્રી ભરતદાસ બાપુ, તથા અલ્‍પેશબાપુ એવંમ કુમાર સાહેબ જયોતિર્મયસિંહજી ઓફ ગોંડલ હવા મહેલના અધ્‍યક્ષ સ્‍થાને આપવામાં આવશે. સેવા સદન વિભાગ માં મામલતદાર શ્રી કે.ની નકુમ ગોંડલ મામલતદાર, ઔધૌગીક વિભાગમાં લખમણભાઇ પટેલ ડેકોરગ્રુપ ગોલ્‍ડન સીટી, શૈક્ષણિક સંસ્‍થાઓમાં સરસ્‍વતી શીશુ મંદિર, દવાખાના વિભાગમાં ડો. પીયુષ સુખવાલા, સામાજિક સેવામાં પ્રતીપાલસીહજી જાડેજા, મફત કારકીર્દી માર્ગદર્શન માટે હનુમંત એકેડેમી, ભજન સંગીત ક્ષેત્રમાં સાગર મેસવાણીયા તથા ઉસ્‍તાદ ભરત સોલંકી અને વિચરિત વિમુકત જાતીના લોકોને સતત માર્ગદર્શન આપનાર દેવરાજભાઇ રાઠોડ. સમાજને અનેક રીતે  જુદા જુદા ક્ષેત્રમાં ઉપયોગી થય ને વિશીષ્ટ કામગીરી કરનાર તમામ વ્‍યક્‍તિઓ એવોર્ડ સાલ, માળાસુત્ર આપીને પ્રોત્‍સાહન પુરૂ પાડી  દેહાણની જગ્‍યાના સંતો અને રાજવી પરીવાર એમના ઓવારણા લયને નવી ઉર્જા એવોર્ડ મેળવનારને મળશે.

તા. ૨૯ ને રવીવારે ધર્મ સ્‍થંભ રૂપી વિષ્‍ણુ મંડપ સવારના શુભ ચોધડીયે પુજનીય સંતો મહંતો દ્વારા ઉભો થશે. સાજે પાંચ વાગે પુજનીય સંતો મહંતોના સામૈયા થસે. સાજે ૬ વાગે ધર્મસભામાં ૬૦ થી વધુ દેહાણની જગ્‍યાના પુજનીય સંતો મહંતો મહામંડલેશ્વરશ્રીઓ પધારશે તેમજ રાત્રે સંતવાણીમાં અનેક નામી અનામી કલાકારો સંતવાણી રૂપી ભજનો પીરસશે. કથા સાંભળવા માટે આવનારા તમામ ભક્‍તજનો માટે બપોરે અને સાંજે આઠ દીવસ સુધી ભોજન પ્રસાદ અને રેહવાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા મોવિયા ગામના સરપંચ શ્રી રોહીતભાઇ ખુટ, ઉપર સરપંચ શ્રી વીનુભાઇ કાલરીયા, સભ્‍ય શ્રી પી.ડી ખુટ , છગન ભાઇ  વેકરીયા, ધીરૂભાઇ ધડુક, બટુકલાલ ઠુમ્‍મર, મનીષ ખુટ, તથા રોહીતભાઇ ભાલાળા, આશીષ અદા, ભાર્ગવ કીશોરભાઈ અંદીપરા ગોડલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, કુરજીભાઇ ભાલાળા તાલુકા સંધના પ્રમુખશ્રી, ભાવેશબાપુ, જેન્‍તીબાપુ, ગકનબાપુ ચકાબાપુ, સુરેશભાઇ ભાલાળા જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે પૂ. મહંત શ્રી ભરતદાસબાપુ, પૂ.અલ્‍પેશદાસબાપુ (મો.૮૩૨૦૬ ૫૮૧૮૧), છગનભાઈ વેકરીયા, મોવીયા ગામના ઉપસરપંચ વિનુભાઈ કાલરીયા, સભ્‍ય પી.ડી. ખુંટ, ધીરૂભાઈ ધડુક નજરે પડે છે.

(2:57 pm IST)