Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિર દ્વારા તા.૧ મે થી બહેનો - બાળકો માટે સમર વર્કશોપ

મધર્સ - ડેની પણ થશે ઉજવણી, ૨૮મી સુધીમાં રજીસ્‍ટ્રેશન

રાજકોટ : શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિર (ગીતા મંદિર સામે, રાજકોટ) દ્વારા મહિલા ઉત્‍થાન અને મહિલા સશકિતકરણ માટે ૬૦ વર્ષથી કાર્યરત સંસ્‍થા બહેનો અને બાળકો માટે તા.૧-૫ થી તા.૧૦-૫ સુધી બહેનો અને બાળકો માટે વિવિધ સમર વર્કશોપનું આયોજન કરેલ છે.

મહેંદી, નેઈલ આર્ટ, સેલ્‍ફ બેક અપ, બ્‍યુટી કેર હેર સ્‍ટાઈલ, બ્રાઈડલ મેકઅપ, હેર કટ, હેન્‍ડી ક્રાફટ, ગ્‍લાસ, ગ્‍લાસ પેઈન્‍ટીંગ, કેન્‍ડલ મેન્‍કીંગ કોમ્‍પ્‍યુટર જેવા વિવિધ વર્કશોપનું આયોજન કરેલ છે. તેમજ તા.૧૧-૫ના રોજ મધર્સ ડે નિમિતે બહેનો માટે સંગીત ખુરશી, બેલેન્‍સ રેસ, પોટેટો રેસ અને લીંબુ ચમચી સ્‍પર્ધા યોજાએલ છે.

સમર વર્કશોપ અને મધર્સ ડેની ઉજવણીમાં ભાગ લેવા ઈચ્‍છુકે ૨૮મી સુધીમાં રજીસ્‍ટ્રેશન માટે કાર્યાલયનો સંપર્ક સવારે ૧૦ થી ૭ અથવા ૯૦૨૩૯ ૮૧૧૬૬ ઉપર સંપર્ક કરવો.

તસ્‍વીરમાં મીલીબેન કુંડલીયા મો.૮૮૪૯૮ ૦૮૦૭૨, હિનાબેન રાવલ મો.૮૪૬૦૨ ૧૦૫૩૧, રમાબેન જોલાપરા મો. ૯૨૭૪૪ ૯૨૧૪૭, રેખાબેન રાઠોડ ૯૪૨૬૯ ૯૬૨૨૭, હર્ષાબેન પંડયા ૯૪૨૯૬ ૨૦૫૦૪ નજરે પડે છે

(4:09 pm IST)