Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

શ્રી એમ. એન્‍ડ એન. વિરાણી સાયન્‍સ કોલેજને NAAC દ્વારા A++ ગ્રેડ

વર્ષોથી ઉચ્‍ચ શૈક્ષણિક ગુણવત્તા અને શ્રેષ્‍ઠ માળખાકીય સુવિધાઓ ધરાવતી ગ્રાન્‍ટ-ઇન-એઇડ કોલેજ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્‍થાને

રાજકોટ તા. ૧૯ : સર્વોદય કેળવણી સમાજ' સંચાલિત શ્રી એમ.એન્‍ડ એન.વિરાણી સાયન્‍સ (ઓટોનોમસ) કોલેજ વર્ષોથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક ગુણવત્તા અને ઉત્તરોત્તર માળખાકીય સુવિધાઓ વાળું શિક્ષણ નિરંતર પૂરી પાડતી રહી છે. અવનવી વૈજ્ઞાનિક શોધોથી કુદરતના રહસ્‍યોને ઉજાગર કરતા કેમેસ્‍ટ્રી, બાયો - કેમેસ્‍ટ્રી, માઈક્રોબાયોલોજી, તથા મેથેમેટિક્‍સ અભ્‍યાસક્રમો વર્ષોથી અનુભવી અને તજજ્ઞ શિક્ષકો દ્વારા થ્રિ એચ સીસ્‍ટમ (હેન્‍ડ, હાર્ટ અને હેડ) દ્વારા અહીં  ભણાવવામાં આવી રહ્યાં છે તેમજ જીવન વિદ્યા કોર્ષ દ્વારા સુખ - સુવિધા, જરૂરિયાત - ઈચ્‍છા, કિંમત - મુલ્‍ય વગેરેના અર્થો જીવનવિદ્યાના માધ્‍યમથી વિદ્યાર્થીઓને સમજાવાઈ રહ્યાં છે.  

માત્ર અધ્‍યાપન અને સંશોધન જ નહીં, ‘પેપર રિસાયક્‍લિંગ યુનિટ'- પરિવર્તન, ‘એગ્રી વેસ્‍ટ ટુ વેલ્‍થ પ્રોજેક્‍ટ્‍સ'- સર્જન, ‘કન્‍સયુમર કેમિકલ'- સમર્થ તથા ટેરેસ ગાર્ડનિંગ'- નિરામય વગેરે સસ્‍ટેનેબલ ડેવલોપમેન્‍ટના પ્રકલ્‍પોથી વિદ્યાર્થીઓ સામાજિક અને શૈક્ષણિક ઘડતરમાં મહત્‍વનો ભાગ ભજવે છે તેમજ કોલેજની એન.સી.સી., એન.એસ.એસ. તથા સ્‍પોર્ટ્‍સ એક્‍ટિવિટીઝ વિદ્યાર્થીઓના તન અને મનને તંદુરસ્‍ત બનાવતી રહે છે. વર્ષોથી અપાતા આ રીતના શિક્ષણકાર્યથી આજે વિદ્યાર્થીઓ પોતાના જીવન-જગતમાં સફળતાના દરેક સોપાનો સર કરી રહ્યાં છે. નવીનતા, નૈતૃત્‍વ અને વ્‍યવસ્‍થાપન, વિસ્‍તરણ, લર્નિગ રિસોર્સીસ અને ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, સ્‍વ-શાસન, મૂલ્‍યાંકન અને વિદ્યાર્થી પ્રગતિ તેમજ નામાંકિત કંપનીઓના કેમ્‍પસ ઇન્‍ટરવ્‍યૂ જેવી સતત ચાલતી પ્રવૃતિઓને લીધે ભણતર દરમ્‍યાન જ વિદ્યાર્થીઓને સારી એવી જોબ મળી જાય છે. આ સઘળી પ્રવૃતિઓને જોતા શ્રી એમ. એન્‍ડ એન. વિરાણી સાયન્‍સ કોલેજને NAAC સાઇકલમાં દર વખતે ઉચ્‍ચ A+/A++ ગ્રેડ પ્રાપ્ત થતો આવ્‍યો છે.સર્વોદય કેળવણી સમાજ'ના સેક્રેટરી પૂજય ત્‍યાગવલ્લભ સ્‍વામીજીના માર્ગદર્શન અને આશીર્વાદથી આ વર્ષ ૨૦૨૩-૨૪ માં પણ શ્રી એમ.એન્‍ડ એન. વિરાણી સાયન્‍સ કોલેજને પ્રિન્‍સીપાલ ડો. કાર્તિક લાડવાની અધ્‍યક્ષતામાં A++ ગ્રેડ અંકિત થતા કોલેજના પ્રોફેસરો, વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ, શૈક્ષણિક અને અને બિન-શૈક્ષણિક સ્‍ટાફ વગેરે ધન્‍યતાની લાગણી અનુભવી રહ્યાં છે.

(3:53 pm IST)