Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સીટી બસના કન્‍ડકટર જ માસ્‍ક વિનાનાઃ કોણ દંડ ફટકારશે?

રીઝર્વ સીટ હોવા છતા રેલીંગ પર બેસી ફરજ નિભાવે છેઃ જાગૃત નાગરીકની ફરીયાદ

રાજકોટ, તા., ૧૯: સામાન્‍ય નાગરીકો દ્વારા માસ્‍કના જાહેરનામાનો ઉલ્લંઘન કરવામાં આવે ત્‍યાં તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવે છે. ત્‍યારે સીટી બસના કંડકટર ખુદ   માસ્‍ક પહેર્યા વિના ફરજ નિભાવી રહયાની ફરીયાદ એક જાગૃત નાગરીક દ્વારા કરવામાં આવી છે.

આ અંગે જાગૃત નાગરીકે જણાવ્‍યું હતું કે સીટી બસના કંડકટર વિના માસ્‍ક અને કન્‍ડકટરની સીટ રીઝર્વ હોવા છતા ડ્રાઇવરની કેબીનેટની રેલીંગ પર બેસીને ફરજ નિભાવતા હોવાની રજુઆત કરવામાં આવી છે. આ અંગે યોગ્‍ય કરવા માંગ કરી છે.

(4:13 pm IST)