Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કયારેક સાચું મહોરું પણ ઓળખી શકાતું નથીઃ સુભાષ ભટ્ટ

રાજકોટ નાગરિક બેંક દ્વારા વાંચન પરબમાં 'જેકીલ અને હાઇડ' ની ભાવયાત્રા

રાજકોટ : વાંચન થકી શ્રેષ્ઠ સમાજનાં નિર્માણના હેતુસર કાર્ય કરતી, રાજકોટ નાગરીક સહકારી બેંક લિ. દ્વારા વાંચન પરબનાં પ૦માં મણકામાં રોબર્ટ લૂઇ સ્ટીવન્સન લિખિત અને સાધના નાયક  દેસાઇ દ્રારા ભાવાનુવાદ થયેલ 'જેકીલ અને હાઇડ'ની ભાવયાત્રા શિક્ષક-લેખક-વકતા-કોલમીસ્ટ-પ્રવાસી સુભાષ ભટ્ટે બેંકની રાજકોટ ખાતેની હેડ ઓફિસ ઙ્કઅરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલયમાં રજુ કરી હતી. તેમણે જણાવેલ કે,  જેકીલ અને હાઇડ, એક માણસની બે બાજુ દર્શાવે છે. એક સારી બાજુ અને એક ખરાબ બાજુ.   લગભગ ૧૭૫થી વધુ વર્ષ પહેલા લખાયેલ અને ખૂબ જ ઓછા પાનાની આ નવલકથા ઉપરથી અસંખ્યા ભાષામાં ફિલ્મો બની છે અને હંમેશા સહુ કોઈ માટે રસપ્રદ અને પ્રેરણાદાયી વિષય બની રહેલ છે. ખરેખર તો, જીંદગીમાં સતત બદલાવ ચાલે જ છે અર્થાત પરિવર્તન એ સંસારનો નિયમ છે.  સહુ એક જ ચહેરા ઉપર કેટલા બધા મહોરા પહેરી લઇએ છીએ અને ક્યારેક તો સાચું મહોરું પણ ઓળખી શકાતું નથી. આ વાંચન પરબમાં જીમ્મીભાઇ દક્ષીણી (વાઇસ ચેરમેન); ડિરેકટરગણમાંથી નલિનભાઈ વસા (પૂર્વ ચેરમેન), ટપુભાઇ - લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઈ શિંગાળા, હંસરાજભાઇ ગજેરા, દીપકભાઇ મકવાણા, ચંદ્રેશભાઇ ધોળકીયા, વિવિધ શાખા વિકાસ સમિતિનાં કન્વીનર, સહ-કન્વીનર, સદસ્યો, ડેલીગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નલિનભાઇ વસા અને ચંદ્રેશભાઇ ધોળકીયાએ સુભાષ ભટ્ટનું પુસ્તક-ખાદીનો રૂમાલ ભેટ આપી સન્માન કર્યું હતું.  સંચાલન કવયિત્રી સીએ. સ્નેહલ તન્નાએ કર્યું હતું. 

(3:48 pm IST)