Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મિતાણાનો ખખડધજ ઓવરબ્રિજનો સર્વિસ રોડ રીપેરીંગ નહિ થાય તો હાઈવે બ્લોક કરવાની ચીમકી

જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી છાશવારે થતો ટ્રાફિક જામ માથી મુકતી અપાવવા નેતાઓ મેદાનમાં ઉતાર્યા

રાજકોટ મોરબી રોડના મિતાણાનો ખખડધજ ઓવરબ્રિજનો સર્વિસ રોડ શનિવાર સુધીમાં કાળો ડિંબાગ નહી થાય તો હાઈવે બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારતા જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી છાશવારે થતો ટ્રાફિક જામ માથી મુકતી અપાવવા નેતાઓ મેદાનમાં ઉતાર્યા છે

હજારો વાહનોની અવરજવર વાળા રાજકોટ મોરબી કરછ વાકાનેર જામનગર જીલ્લાને જોડતો મુખ્ય રસ્તો ટંકારાથી પ્રસાર થાય છે જ્યા લગભગ ચારેક વરહથી રસ્તાને ચાર માર્ગીય કરવાનું કામ ચાલુ છે જેમા અનેક નિર્દોષના જીવ પણ હોમાઈ ગયા છે

ગઈ કાલે રવિવારની રજાના દિવસે મિતાણા ચોકડીએ ઓવરબ્રિજના સર્વિસ રોડ પર હેવી બોઈલટ ગલગોઠીયુ મારી જતા રીતસર ૫ કલાક સુધી સજ્જડ ટ્રાફિક જામ થઇ ગયો હતો અને હજારો વાહનો ફસાઈ ગયા હતા ત્યારે આ અંગે સમાચારો પ્રસિધ્ધ થતા કહેવાતા નેતાઓ મેદાનમાં ઉતાર્યા છે અને કામગીરી નિયમોનુસાર કરાવવા કવાયત હાથ ધરી છે જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણીએ શનિવાર સુધી ટંકારા અને મિતાણા સર્વિસ રોડ સડસડાટ ચાલે એવુ કરવા સુચના આપી જો કામ નહી થાય તો હાઈવે પર ચક્કાજામ કરી દેવાની ધમકી આપી છે

(3:44 pm IST)