Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ડિ માર્ટને ૨૫૦૦૦નો દંડ

વધુ અવરજવર થતા સ્થળોએ માસ્ક - સોશિયલ ડિસ્ટન્સના પાલન અંગે મ.ન.પા.નું ખાસ ચેકીંગ : શહેરના અન્ય વિસ્તારમાં માસ્ક વિનાના ૪૭ લોકો ઝડપાતા રૂ. ૪૭ હજારનો દંડ

રાજકોટ તા. ૧૮ : મ્યુ. કોર્પોરેશનની દ્વારા કાલાવડ રોડ પરની ડી-માર્ટને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ રૂ. ૨૫ હજાર અને ૪૭ વ્યકિતઓ સામે માસ્ક નહી પહેરતા રૂ. ૪૭ હજારના દંડની વસુલાત કરવામાં આવી હતી.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે  શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, દરમ્યાન આજે વધુ અવરજવર થતા સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા માસ્ક નહી પહેરતા લોકો સામે ડાઈવ કરવામાં આવી હતી, જે અંતર્ગત માસ્ક નહી પહેરનારા ૪૭ લોકો પાસેથી ૪૭ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ કાલાવડ રોડ પર આવેલ ડી-માર્ટ ખાતે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ રૂપિયા ૨૫ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો, તેમ મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. આ ઉપરાંત શહેરના વધુ અવરજવર કરતા વિસ્તારોમાં જયુબેલી, પરાબજાર, હોસ્પિટલ ચોક, પારેવડી ચોક, ફૂલ માર્કેટ, મોચી બજાર વિગેરે સ્થળોએ માસ્ક પેનલ્ટી ડ્રાઈવ કરવામાં આવી હતી

(3:50 pm IST)