-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર
રાજકોટ, તા.૧૮: રાજકોટ શહેર આજીડેમ પો.સ્ટે.ના કામે ઇ.પી.કો.કલમ ૩૮૦, ૪૫૭, ૧૧૪ મુજબ કલાકે ગુન્હાના સમયગાળા દરમ્યાન બનેલ ચોરીના બારાની ફરીયાદ ફરીયાદીએ અજાણ્યા માણસો વિરૂધ્ધ નોંધાવેલ જે અન્વયે પોલીસે આશરે આઠ માસ બાદ તા.૧૧-૮-૨૦૨૦ના રોજ આરોપી કાલુ ઉર્ફે કાલીયો થાનસીંગ ઉર્ફે થાનીયા મનલોય રહે.મધ્યપ્રદેશ હાલ દેવભુમી દ્વારકાવાળાની અટક કરી નીચેની કોર્ટમાં રજુ કરેલ અને તા.૧૫-૮-૨૦૨૦ સુધીના પોલીસ રીમાન્ડ મેળવેલ અને રીમાન્ડ સમય પૂર્ણ થતા નીચેની કોર્ટમાં રજુ કરતા નીચેની કોર્ટે જયુડીશ્યલ કસ્ટડીમાં લઇને આરોપીને રાજકોટ જીલ્લા જેલ હવાલે મોકલી આપેલ. ત્યારબાદ હાલના અરજદાર/આરોપીઓએ નીચેની કોર્ટમાં જામીન અરજી ગુજારતા જે જામીન અરજી નીચેની કોર્ટે નામંજુર કરેલ જેથી અરજદાર/આરોપી રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારેલ હતી. જેને સેસન્સ કોર્ટે મંજુર કરી હતી.
આ કામમાં અરજદાર/આરોપી તરફે નરેન્દ્રસિંહ એમ.જાડેજા, ગીરીરાજસિંહ સી.જાડેજા, પરેશ એન.કુકાવા રોકાયેલા હતા.