Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ચેક રીટર્નની ફરીયાદમાં સમાધાન કરીને આપેલા ચેક પણ રીટર્ન થતાં કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા.૧૮: જામનગરના જસવિંદરસિંહ પ્રિતપાલસિંહ બાલ નામના શખ્સ સામે કોર્ટમાં સમાધાન પેટે આપેલ ચેકો વગર વસુલાતે પરત ફર્યા અંગે ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ મુજબ ધોરણસરની ફોજદારી ફરીયાદો દાખલ કરવા કોટડાસાંગાણીના જયુડી.મેજી.એ હુકમ કરેલ છે.

વેરાવળ-શાપરના વેપારી બાલાજી પોલી પેક પાસેથી અલગ-અલગ સાઇઝની બોટલો ઉધારમાં ખરીદી કરેલ. ઉધારમાં ખરીદેલ માલ પેટે રૂ.૧,૨૦,૦૦૦/નો અમરજીતસિંહ બાલએ ચક આપેલો. સદરહું આપેલ ચેક વગર વસુલાતે પરત ફરતા તેઓની સામે કોટડાસાંગાણીની કોર્ટમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફોજદારી ફરીયાદ નોંધાવેલ. જે ફોજદારી ફરીયાદીમાં કોર્ટ સમક્ષ સમાધાન કરેલ.

સદરહું સમાધાન પેટે રૂ.૨૫,૦૦૦/નો તા.૨૫/૪/૨૦૨૦ના રોજનો તેમજ રૂ.૨૫,૦૦૦/નો તા.૨૫/૫/૨૦૨૦ના રોજના ચેકો આપેલ. સદરહુ બંને ચેકો ફરીયાદીએ તેમના ખાતાવાળી બેંકમાં રજુ કરતા સદરહું ચેક વગર વસુલાતે પરત ફરેલ. ત્યારબાદ ફરીયાદીએ તેમના એડવોકેટ મારફતે જસવિંદરસિંહ પ્રિતપાલસિંહ બાલ (જામનગર)ને લીગલ નોટીસ પાઠવેલ. તેમ છતા આરોપીએ ફરીયાદીને સમાધાન પેટે આપેલ ચેકની રકમ સમયમર્યાદામાં ન ચુકવતા ફરીયાદીએ તેમના એડવોકેટ ભુપેન્દ્ર ટી.ગોહેલ મારફતે ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ મુજબ જસવિંદરસિંહ પ્રિતપાલસિંહ બાલ (જામનગર) વિરૂધ્ધ ધોરણસરની ફોજદારી ફરીયાદો દાખલ કરવા કોટડાસાંગાણી જયુડી.મેજી.એ હુકમ કરેલ છે.

હાલની ફરીયાદમાં વેરાવળ-શાપરના વેપારી બાલાજી પોલી પેક વતી રાજકોટના એડવોકેટ શ્રી તનસુખભાઇ બી.ગોહેલ, હિરેન્દ્ર જે.મકવાણા અને ભુપેન્દ્ર ટી.ગોહેલ એડવોકેટ રોકાયેલા છે.

(3:24 pm IST)