Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોનાને મહાત આપી ફરી ફરજ ઉપર કાર્યરત થતાં ડો.અમિત હપાણી

રાજકોટ,તા.૧૮: ઈન્ડીયન મેડિકલ એસોસીએશન- ગુજરાતના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપ ડોકટર સેલ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ સૌરાષ્ટ્રના જાણીતા ફિઝીશ્યન ડો.અમિત હપાણી કોરોનાને મહાત આપી ફરી કાર્યરત થયા છે.

ડો.અમિત હપાણી થોડા દિવસ પહેલાં કોરોનાથી સંક્રમિત થયા હતાં. લોકડાઉન દરમિયાન પણ સતત પોતાની હોસ્પિટલ દર્દીઓ માટે ચાલુ રાખી ડો.હપાણી કોરોના સંક્રમીત થતાં હોમ કોરોન્ટાઈન થયા હતાં. ઘરે રહી તેમણે કોરોનાને મહાત આપી છે. કોરોનાનો પંજો વિસ્તરી રહ્યો છે. ત્યારે તેમણે લોકોને ગભરાવાને બદલે જાગૃત બનવા સલાહ આપી છે.કોરોના સંક્રમીત થયા બાદ હોમ કોરોન્ટાઈન થયેલા ડો.અમિત હપાણી સતત ગોકુલ હોસ્પિટલ ડો.દિગ્વીજયસિંહ જાડેજા, જામનગર મેડિકલ કોલેજ મેડિસીન વિભાગના હેડ ડો.મનિષ મહેતા, ભાવનગર મેડિકલ કોલેજના કોવિડ વડા ડો.સુનિલ પંજવાની, પ્રગતિ હોસ્પિટલ ડો.અંકુર સીનોજીયા વગેરે સાથે સતત સંપર્કમાં રહી કોરોનાને મહાત આપવામાં સફળ થયા છે.

(2:29 pm IST)