Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

અભ્યાસ ચાલુ થતો ન હોઇ કંટાળીને મેટોડાની પ્રિયંકાએ દવા પી લીધી

રાજકોટ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે

રાજકોટ તા. ૧૮: મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૧માં રહેતી પ્રિયંકા અરજણભાઇ જાદવ (ઉ.વ.૧૮)એ ઘરે કોઇ દવા પી લેતાં ઝેરી અસર થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

પ્રિયંકા રાજકોટની કણસાગરા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કોરોના અને લોકડાઉનને કારણે અભ્યાસ સતત ઠપ્પ હોઇ પોતે કંટાળી જતાં આ પગલુ ભર્યાનું તેના પરિવારજનોએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું.

(12:44 pm IST)