Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

નવયુગ પરામાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયાઃ દારૃની ૧૦ બોટલ પણ મળી

એ-ડીવીઝન પોલીસનો દરોડોઃ મકાન માલીક વિજય સામે બે ગુના નોંધાયા

રાજકોટ તા. ૧૮: હાથીખાના મેઇન રોડ પર નવયુગપરામાં એક મકાનમાં ચાલતા જુગારધામ પર એ-ડીવીઝન પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા બાદ તલાશી લેતા મકાનમાંથી દારૃની ૧૦ બોટલ મળી આવતા પોલીસે મકાન માલીક સામે બે ગુના દાખલ કરી કાર્યવાહી કરી છે.

મળતી વિગત મુજબ નવયુગપરામાં એક મકાનમાં કેટલાક શખ્સો જુ઼ગાર રમતા હોવાની કોન્સ. જયરાજભાઇ કોટીલાને બાતમી મળતા કોન્સ. વૈભવભાઇ તથા ગજેન્દ્રસિંહે જાણ કરતા એ.એસ.આઇ. હનીફભાઇ તથા હેડ કોન્સ. જયેન્દ્રસિંહ ઝાલા સહિતે નવયુગપરા શેરી નં.-ર-બ માં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક વીજય ભુપતભાઇ બાબરીયા, નવયુગપરા શેરી નં. ૧ના લખન રાજેશભાઇ મકવાણા અને અલ્પેશ બાબુભાઇ દાફાને પકડી લઇ રૃા. ૮ર૦૦ની રોકડ તથા ત્રણ મોબાઇલ મળી રૃા. ૧૯,ર૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. બાદ પોલીસે મકાનમાં તલાશી લેતા રૃમમાં સેટી પલંગ નીચે સંતાડેલી રૃા. ૪૦૦૦ની કિંમતની દારૃની ૧૦ બોટલ મળી આવતા મકાન માલીક વીજય બાબરીયા સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુાનો દાખલ કરી પી.એસ.આઇ. જે. ડી. વસાવાએ તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)