Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ભાજપ ડોકટર સેલ દ્વારા આરોગ્‍ય કેમ્‍પ

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તેમજ રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વવાળી ભાજપા સરકાર દ્વારા સુપોષણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્‍યુ છે કુપોષીત બાળકને દત્તક લઇ સુપોષીત બને અને કુપોષિત બાળકને શહેરના નિષ્‍ણાંત ડોકટરો દ્વારા સારવાર મળે તે માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાં શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા કુપોષીત બાળકોનો ફ્રી મેડીકલ ચેકઅપ યોજાયો હતો. આ સુપોષણ અભિયાનમાં સંયોજક તરીકે કિશોર રાઠોડ અને સહ સંયોજક તરીકે વિક્રમ પુજારા જવાબદારી સંભાળેલ હતી. ડોકટર સેલ દ્વારા યોજાયેલ આ કેમ્‍પનો પ્રારંભ અમૃતા હોસ્‍પિટલ ખાતે કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, લાખાભાઇ સાગઠીયા, રક્ષાબેન બોળીયા, કશ્‍યપ શુકલ, રાજુભાઇ ધ્રુવ, પુષ્‍કર પટેલ, ડો.દર્શીતાબેન શાહ, વિક્રમ પુજારા સહિતના અગ્રીણોઓની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યો હતો. આ તકે જીતુ કાટોળીયા, ડો. દર્શનાબેન પંડયા, ડો.રાજેશ્વરીબેન ડોડીયા, રક્ષાબેન વાયડા, દક્ષાબેન વસાણી,પ્રદીપ નીર્મળ, હીરેન સાપરીયા, વીરેન્‍દ્ર ભટ્ટ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. તેમજ પ્રદેશ ભાજપ ડોકટર સેલના સંયોજક ડો. અતુલભાઇ પંડયા, રાજકોટ મહાનગર ભાજપના સંયોજક ડો.ચેતન લાલસેત્તા, સહ સંયોજક ડો.નરેન્‍દ્ર વિસાણી, ડો. અમીત હપાણી, આઇએમએ રાજકોટના ડો. સંજય ભટ્ટ, ડો.પારસ શાહ, ડો. તુષાર પટેલ, બાળરોગ નિષ્‍ણાતો ડો. જય ધીરવાણી, ડો. સમીર ઠકરાર, ડો.ચેતન દવે સહિતના તબીબોએ આ કેમ્‍પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(4:37 pm IST)