Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

પામોલીન અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂા. ઘટયા

 

રાજકોટ,તા. ૧૮ : ખાદ્યતેલોમાં ઘટાડાના દોર વચ્‍ચે આજે કપાસીયા તેલ અને પામતેલમાં વધુ ૧૦ રૂાનો ઘટાડો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ઘટીને ૧૪૬૦ અને કપાસીયા ટીનના ભાવ ઘટીને ૨૫૩૦થી ૨૫૮૦ થયા હતા. પામતેલમાં લુઝના ભાવ ઘટીને ૧૩૫૫ અને પામટીનના ભાવ ઘટીને ૨૨૦૬થી ૨૨૧૫ રૂા થયા હતા. સીંગતેલમાં ૫ રૂા. ઘટતા સીંગતેલ નવા ટીનના ભાવ ઘટીને ૨૬૯૦ થી ૨૭૪૦ની સપાટીએ ભાવ પહોંચ્‍યુ છે.

(3:50 pm IST)