Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

શીતલપાર્ક ચોકડી પાસેથી નીકુંજ મકવાણા શંકાસ્પદ બાઇક સાથે પકડાયો

ગાંધીગ્રામ પોલીસે પકડી બાઇક ચોરાઉ છે તે જાણવા તપાસ આદરી

રાજકોટ તા.૧૮: દોઢસો ફુટ રોડ પર શીતલ પાર્ક પાસે ગાંધીગ્રામ પોલીસેસ બાતમીના આધારે એક શખ્સને શંકાસ્પદ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રોડ પર એક શખ્સ નંબર વગરનું બાઇક લઇને નિકળ્યો હોવાની ગાંધાગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. સલીમભાઇ કોન્સ. કનુભાઇ,  શબ્બીરભાઇ તથા શકિતસિંહને બાતમી મળતા શીતલપાર્ક ચોકડી પાસે એક નંબર વગરનું બાઇક લઇને નિકળેલા શખ્સને શંકાના આધારે રોકી લાયસન્સ તથ બાઇકના કાગળો માંગતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ નીકુંજ શીવલાલભાઇ મકવાણા (ઉ.વ.૨૮) રહે. બજરંગવાડી પાસે, રાજીવનગર શેરી નં.૬, બ્લોક નં.૩૭૦ હોવાનું જણાવ્યું હતું. પોલીસ બાઇકના એન્જીન નંબર  જીજે-૩ એલએફ-૬૦૩૨ હોવાનંુ અને ગોંડલમાં રજીસ્ટર હોવાનું જાણવા મળતા પોલીસ નિકુંજ મકવાણાને પકડી લઇ આ બાઇક ચોરાઉ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ.જી.એમ.  હડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી.રાણા, હેડ કોન્સ. ખોડુભા, હેડ કોન્સ. સલીમભાઇ, કોન્સ. ભરતભાઇ, શબ્બીરભાઇ મલેક, ગોપાલભાઇ બોળીયા, કનુભાઇ તથા અર્જુનભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:40 pm IST)