Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

પતિની પ્રેમીકાનું અપહરણ કરી હુમલો કરીને હત્યાની કોશિશના ગુનામાં આરોપી જામીન પર

રાજકોટ તા.૧૮: પોતાના પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોય જેથી મહીલા આરોપીએ પતિની પ્રેમીકાનું કુવાડવા રોડ  ઉપર ફન હોટલ પાસેથી અપહરણ કરી કાલાવડ રોડ ખાતે અવધ બંગલો પાસે લઇ જઇ ઢોર માર મારી ગુપ્તાંગમાં મરચાની ચટણી નાખ્યા અંગેની ફરીયાદ રાજકોટ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા.રર/૦૨/૨૦૨૨ના રોજ ઇ.પી.કો.કલમ ૩૦૭,૩૬૫,૩૪૨,૫૦૪,૫૦૬(ર) વિગેરે તેમજ જી.પી.એકટ ૧૩૫(૧) મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને આ કામે આરોપીએ રાજકોટની સેસન્સ કોર્ટમાં  જામીન અરજી કરતા જામીન અરજી મંજુર કરવામાં આવેલ હતી.

ઙ્ગઆ કામે ચાર્જશીટ થઇ જતા આરોપી  રૃકસારબેન મોહસિનભાઇ બુધિયા તેમજ મિતલબેન અતુલભાઇ લુણિયાતરએ પોતાના એડવોકેટ મારફત જામીન મુકત થવા માટે અરજી કરેલ હતી. જે અન્વયે આરોપી વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી રાજકોટની સેસન્સ કોર્ટ દ્વારા આરોપીની જામીન મેળવવાની અરજી મંજુર રાખતો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપી વતી રાજકોટના એડવોકેટ સાહીસ્તાબેન ખોખર, રણજીત એમ.પટગીર, મીતેશ એચ.ચાનપુરા તેમજ પ્રહલાદસીંહ બી.ઝાલા રોકાયેલ હતાં.

(3:27 pm IST)