Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રૂપાલા સામે લોધિકા ક્ષત્રિય સમાજ અને લોધિકા તાલુકા કરણી સેનામાં ભારે આક્રોશ:કોંગ્રેસના પરેશ ધાનાણીને ખુલો ટેકો જાહેર

લોધીકા ખાતે પરેશ ધાનાણીનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત:પરેશ ધાનાણીએ લોધિકા ખાતે દરબારગઢમાં આશાપુરા માના મંદિરે દર્શન કર્યા

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાના વિવાદી બોલ અને હાલમાં ચાલી રહેલા વિવાદમાં પરસોત્તમ રૂપાલાએ ફોર્મ પરત ન ખેંચતા લોધિકા ક્ષત્રિય સમાજ તથા લોધિકા તાલુકા કરણી સેના એ ભારે આક્રોશ આજે પરેશ ધાનાણીને ખુલો ટેકો જાહેર કર્યો. અને જો રૂપાલા ફોર્મ પરત ન ખેંચે તો કોંગ્રેસને લોધિકામાં જીતાવાના વચન આપ્યા હતા..
લોધીકા ખાતે પરેશ ધાનાણીનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તથા પરેશ ધાનાણીએ લોધિકા ખાતે દરબારગઢમાં આશાપુરા માના મંદિરે દર્શન કર્યા હતા...

 

(8:31 pm IST)