Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ઓશોનું નવુ તરોતાજા મેગેઝીન ઓશો વર્લ્‍ડ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર પર ઉપલબ્‍ધ

સ્‍વામી સત્‍ય પ્રકાશ દ્વારા વર્ષોથી વહેવાતી મેગેઝીનોની જ્ઞાનગંગાને આગળ ધપાવી છે

 

રાજકોટ સંબુધ્‍ધ રહસ્‍યદર્શી સદ્‌ગુરૂ ઓશોના પ્રવચનો સાંભળવા ખરેખર જીવનનો એક લ્‍હાવો છે. જેમાં વિવિધ મેગેઝીનો માર્ગદર્શન રૂપ બનાવી અસંખ્‍ય સાધકોએ જીવનને સુવર્ણમયી બનાવ્‍યું છે ત્‍યારે ફરી ઓશોના સાહિત્‍યરૂપી દરિયામાં જ્ઞાનની ડૂબકી લગાવવાનો સમય આવી ગયો છે.

ઓશોના પ્રવચનો સાંભળી જીવનયાત્રામાં બદલાય લાવવા માંગતા લોકો માટે ઓશો વર્લ્‍ડ નામના મેગેઝીનને ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે ઉપલબ્‍ધ કરાવી સ્‍વામિ સત્‍ય પ્રકાશે છેલ્લા ૪૮ વર્ષોથી મેગેઝીનોની વહેવાતી જ્ઞાનગંગાને આગળ ધપાવી છે.

નવા ઓશો વર્લ્‍ડ મેગેઝીનના મુખ્‍ય કેન્‍દ્ર બિંદુઓ

ધ્‍યાન આંતરિક ક્રાંતિ હૈ, શૂન્‍ય હોના સીખો, હંસને કો ધ્‍યાન બનાઓ, અકેલેપન કા આનંદ, મંદિર કા દીપ, ધૃણા ઔર ક્રોધ કી સમસ્‍યા, જીવન કા સર્વ સ્‍વીકાર, પાત્રતા ઔર પ્રસાદ, પ્રણામ, પહલે અપના દિયા જલાયે - ફિર સેવા, જીવન ઔર શકિત, હાસ્‍ય કે ધર્મ, રચનાત્‍મકતા, લોકપ્રિયતાકા રાજ, છોડો સમજ કો, મુલ્લા નસરૂદ્દિન કી નીંદ ઔર સપને, સ્‍વાસ્‍થ્‍ય અનૈતિક હૈ ?, હંસી કી છઃ કોટિયા, પ્રતિક કથાઓ કી ગુણવત્તા ઔર રહસ્‍ય, આપ ભી પ્રેમ કર શકતે હૈ, આત્‍મવાદી કો ભય કયોં ?, એકમાત્ર સુખ, આનંદ, પ્રાકૃતિક સૌંદર્ય ઔર મેક-અપ, પ્રેમ, જલ્‍દી કયા હૈ ?, સંદેશ પત્ર, સ્‍વાસ્‍થ્‍ય, ધારાવાહિક, રહસ્‍યદર્શી સદ્‌ગુરૂ, વિજ્ઞાન ભૈરવ તંત્ર, જીવનશૈલી, હસતા હુઆ જીવન, આગામી ધ્‍યાન શિબિર તથા વિશેષ સંપાદકીય સ્‍વામી ચૈતન્‍ય કિર્તીનો લેખ મન કે ઉપર હૈ જાગરણ.

ઓશો વર્લ્‍ડ હિન્‍દી માસીક મેગેઝીન દિલ્‍હીથી ઓશોધામ દ્વારા પ્રકાશીત થાય છે. સુંદર આર્ટ પેપર ગ્‍લોસી લેમીનેટેડમાં ૮૦ પેઇઝીસનું મેગેઝીન છે. જેની છૂટક કિંમત રૂા. ૧૫૦ છે. વાર્ષિક લવાજમ બાય કુરીયરથી મોકલવાના ૨૪૦૦ રૂા. છે. વાર્ષિક અંક સાથે વર્ષના ૧૨ અંક પ્રકાશીત થાય છે. ઓશો વર્લ્‍ડ મેળવવા માટે તથા વાર્ષિક લવાજમ ભરવા માટે (૧) ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪-વૈદવાડી, ડી-માર્ટ પાછળ, રાજકોટ (ર)  ઓશો ગીતા - નિવેદિતા ધ્‍યાન મંદિર, કિસાનપરા ચોક, એ.જી. પાછળ, શકિત કોલોની મેઇન રોડ, રાજકોટ.

વિશેષ માહિતી માટે સ્‍વામિ સત્‍ય પ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦.

(3:39 pm IST)