Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રાજકોટ નાગરિક બેંકની સાધારણ સભા : પરસોતમભાઇ રૂપાલાનું સન્‍માન

રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી  બેંકની ખાસ સાધારણ સભા તાજેતરમાં બેંકની હેડ ઓફિસ અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે મળી હતી. જેમાં બહોળી સંખ્‍યામાં બેંકના ડેલિગેટ ઉપસ્‍થિત રહેલ. બેંકના પૂર્વ ચેરમેન ડિરેકટર અને સહકારી અગ્રણી જયોતીન્‍દ્રભાઇ મહેતાએ બેંકના બાયલોઝમાં સુધારાનો પ્રસ્‍તાવ રજુ કરેલ. બેંકના સી.ઇ.ઓ. વિનોદકુમાર શર્માએ મલ્‍ટીસ્‍ટેટ કો-ઓપરેટીવ એકટના સુધારાઓ વિષે છણાવટ કરેલ. કુલ પાંચ ઠરાવો રજુ થતા સર્વાનુમતે મંજુર કરાયા હતા. સભા બાદ પારિવારિક માહોલમાં વિચારગોષ્‍ઠી યોજાઇ હતી. જેમાં કાર્યકારી ચેરમેન જીમ્‍મીભાઇ દક્ષીણીએ પાછલા દસ વર્ષની આંકડાકીય પ્રગતિ અને સામાજિક ઉત્તરદાયિત્‍વની વાત રજુ કરેલ. દર માસના ત્રીજા શનિવારે યોજાતી વાંચન પરબના સુખદ પરિણામો વિષેની માહીતી રજુ કરેલ. સભા બાદ યોજાયેલ પરિવાર ગોષ્‍ઠીમાં પરસોતમભાઇ રૂપાલા, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, સતીશજી મરાઠે (આર.બી.આઇ. સેન્‍ટ્ર બોર્ડ ડિરેકટર), યશવંતભાઇ ચૌધરી (સહ કાર્યવાહ પヘમિ ક્ષેત્ર- રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ) ઉપરાંત બેંક પરિવારમાંથી જીમ્‍મીભાઇ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), ડીરેકટરગણમાંથી શૈલેષભાઇ ઠાકર (પૂર્વ ચેરમેન), નલિનભાઇ વસા (પૂર્વ ચેરમેન), જયોતીન્‍દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમેન), કલ્‍પકભાઇ મણીઆર (પૂર્વ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા, હંસરાજભાઇ ગજેરા, દીપકભાઇ મકવાણા, રાજેશ્રીબેન જાની, કાર્તિકેયભાઇ પારેખ, કીર્તિદાબેન જાદવ, મંગેશજી જોશી, ચંદ્રેશભાઇ ધોળકીયા, માધવભાઇ દવે, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, દીપકભાઇ બકરાણીયા, શૈલેષભાઇ મકવાણા, હરેશભાઇ ઠકકર, હસમુખભાઇ હિંડોચા (કો-ઓપ્‍ટ), હર્ષિતભાઇ કાવર (કો-ઓપ્‍ટ), વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર - સીઇઓ), રજનીકાંતભાઇ રાયચુરા (ડી.જી.એમ.), શાખા વિકાસ સમિતિના સદસ્‍યો, ડેલીગેટ્‍સ ઉપરાંત વિશેષભાં મુકેશભાઇ મલકાણ, ડો. જીતેન્‍દ્રભ,ાઇ અમલાણી, દીપકભાઇ પટેલ, ગોપાલભાઇ માકડીયા, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ અવસરે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની ગઇકાલ-આજ અને આવતીકાલ રજુ કરતી ડોકયુમેન્‍ટરી દર્શાવાઇ હતી. આ તકે પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, મોહનભાઇ કુંડારીયા, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળાનું ચિહ્‌ન અને ખાદીનો રૂમાલ આપી સન્‍માન કરાયુ હતુ. કાર્યક્રમના પ્રારંભેભારતમાતા અને અરવિંદભાઇ મણીઆરની તસ્‍વીર સમક્ષે દીપપ્રાગટયકરવામાં આવેલ. અંતમાં આભારદર્શન શૈલેષભાઇ ઠાકરે કરેલ. સફળ સંચાલન રજનીકાંત રાયચુાએ કરેલ. વંદે માતરમ ગાનથી કાર્યક્રમનું સમાપન કરાયુ હતુ.

(3:39 pm IST)