Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રાજકોટ જિલ્લામાં હીટવેવના છેલ્લા ૪૮ કલાકમાં ૬૬ ઈમરજન્સી કેસ

સખત ગરમીને કારણે ચક્કર આવવા, બેભાન થઈ જવું, પેટમાં દુખાવો, તાવ, ઝાડા, ઉલટી સહિતના કેસ

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હીટ વેવની આગાહી સામે તુર્તજ આરોગ્ય સારવાર મળી રહે તે માટે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સતત એલર્ટ મોડમાં રહી કામગીરી કરાઈ રહી છે.

રાજકોટ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૦ ઇમરજન્સીના કેસ સહીત છેલ્લા ૪૮ કલાકના ૬૬ ઇમરજન્સીના કેસમાં સારવાર કરવામાં આવી છે. ઉનાળાના પ્રારંભ સાથે ૧ લી એપ્રિલ થી ૧૬ એપ્રિલ સુધીમાં ૫૨૯ જેટલા કેસોની સારવાર કરવામાં આવી છે. સખત ગરમીને કારણે ચક્કર આવવા, બેભાન થઈ જવું, પેટમાં દુખાવો, તાવ, ઝાડા, ઉલટી સહિતના કેસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ત્યારે હીટવેવ થી બચવા માટે ખાસ તો લોકોને સીધા તડકામાં બહાર નીકળવાનું  ટાળવું જોઈએ તેમજ વધુ ને વધુ પ્રવાહી પીવું જોઈએ. આમ છતાં જરૂર પડે તો ઉપરોક્ત કોઈ પણ લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબી સારવાર મેળવવા જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવ્યું છે.

   
(1:03 am IST)