Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

શહેર ભાજપ ડોકટર સેલ કમીટીના હોદેદારો જાહેર

રાજકોટ તા. ૧૭: શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્‍વિન મોલીયા, ડો. માધવ દવે અને વિરેન્‍દ્રસિંહ ઝાલા સાથે પ્રદેશ ડોકટર સેલના ડો. અતુલ પંડયા તેમજ ડોકટર સેલના સંયોજક ડો. પિયુષ ઉનડકટ-ઓપ્‍થોમોલોજીસ્‍ટ, સહસંયોજક ડો. નરેન્‍દ્ર વિસાણી-હોમીયોપથીએ વિચાર વિમર્શ કરી રાજકોટ મહાનગર શહેરના ભાજપ ડોકટર સેલ કમીટીના સભ્‍યોના નામની જાહેરાત કરી હતી.

જેમાં કારોબારી સભ્‍ય તરીકે ડો. એમ. કે. કોરવાડીયા-એમબીબીએસ, ડો. દેવેષ જોષી-આયુર્વેદીક, ડો. કિશોર દેવાડીયા-હોમિયોપથી, ડો. શૈલેષ વસાણી-હોમિયોપેથી ડો. મનીષ પાઠક-ફીઝીયોથેરાપી, ડો. તેજશ ત્રિવેદી-ડેન્‍ટીસ્‍ટ, ડો. હિતેષ હાપલીયા, હોમિયોપથી, ડો. ભાવેશ પરમાર-હોમિયોપથી, ડો. રિંકલ મેઘાણી-હોમિયોપથીની નિમણુંક કરવામાં આવેલ હતી.આ વરણીને શહેર ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મહામંત્રી અશ્‍વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના સાથે શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્‍યા છે.

(3:56 pm IST)