Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ગૈબનશાહ પીર દરગાહે મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલ તેમજ બોયઝ હોસ્‍ટેલનું શુક્રવારે ઉદઘાટન

સૌરાષ્‍ટ્રના શહેનશાહ અને કોમી એકતાના પ્રતિક

રાજકોટ, તા., ૧૭: રાજકોટના શહેનશાહ અને કોમી એકતાના પ્રતિક હઝરત ગૈબનશાહ પીર દરગાહ શરીફ ખાતે હિન્‍દુ-મુસ્‍લીમ તેમજ સર્વ સમાજના સાથ સહકારથી નવનિર્માણ અને આધુનિક મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલને  નાતજાત તેમજ ધર્મના ભેદભાવ વગર તદન રાહત દરે સર્વ સમાજ માટે શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત બોયઝ હોસ્‍ટેલ (સમસ્‍ત સુન્ની મુસ્‍લીમ સમાજ માટે)નું પણ ઉદઘાટન કરવામાં આવશે. આ પ્રોગ્રામમાં સાવરકુંડલાના સુફી સંત સેયદ મુહંમદ દાદાબાપુ કાદરી ફાતેમી દ્વારા મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલ તેમજ બોયઝ હોસ્‍ટેલનું ઉદઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ શુક્રવારના રોજ સાંજે ૬ કલાકે રાખવામાં આવેલ છે. જેમાં સર્વ સમાજને પધારવા હઝરત ગૈબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્‍ટના પ્રમુખ યુસુફભાઇ ઇસ્‍માઇલભાઇ દલ, મહામંત્રી રહીમભાઇ સોરા, સહમંત્રી બસીરબાપુ બુખારી તેમજ ટ્રસ્‍ટી તૈયબભાઇ ભાણ દ્વારા જણાવાયું છે.

હઝરત ગૈબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્‍ટ સંચાલીત મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલમાં ર૪ કલાક ઇમરજન્‍સી સારવાર (લેડીસ તથા જેન્‍ટસ માટે અલગ અલગ વ્‍યવસ્‍થા) ૧૮ થી ર૦ બેડની સુવિધા, મોડયુલર ઓપરેશન થિયેટર, આઇસીયુ, સેમી સ્‍પેશિયલ રૂમ (એસી તથા નોન એસી) વિશાળ રીસેપ્‍શન હોલ અલગ-અલગ ડોકટર્સ ચેમ્‍બર્સ જનરલ મેડીકલ સ્‍ટોર, લેબોરેટરી, આયુર્વેદીક કલીનીક વગેરે સુવિધા તદન રાહત ભાવે આપવામાં આવશે. તેમજ બોયઝ હોસ્‍ટેલમાં ૬૦ થી વધુ વિદ્યાર્થી માટે બેડની સુવિધા, વિશાળ મેષરૂમ, દરેક રૂમમાં એટેચ બાથરૂમ, ઠંડા તથા ગરમ પાણીની સુવિધા, દીની અનેદુન્‍યવી કિતાબો સાથે આધુનિક લાઇબ્રેરી, સાયન્‍સ, એન્‍જીનીયરીંગ, મેડીકલ જેવા ઉચ્‍ચ શિક્ષણ માટે કલાસીસ, સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનું કોચીંગ વગેરે વગેરે સુવિધા તદન રાહત ભાવે આપવામાં આવશે.

(3:52 pm IST)