Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

૧૦૦ ટકા મતદાનનો લક્ષ્યાંક આંગણવાડીઓના વર્કરો-કાર્યકર સાથે જાગૃતિ કાર્યક્રમ

નોડલ ઓફીસર અને ડે. કમિશ્‍નર સ્‍વપ્‍નિલ ખરે દ્વારા માહિતી અપાઇ

રાજકોટ તા. ૧૭: લોકસભા સામાન્‍ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-ર૦રર દરમિયાન જે મતદાન મથકોમાં મહિલાઓનું મતદાન પુરૂષોની સરખામણી ૧૦% ઓછું હતું તેવા કુલ-૩૦૩ મતદાન મથકો તેમજ જે મતદાન મથકોનું મતદાન પ૦%થી ઓછું હતું તેવા-પ૮ મતદાન મથકોની સંખ્‍યા મળી કુલ-૩૬૧ મતદાન મથકોને અલગ તારવીને આ મતદાન મથકો તેમજ પછાત વિસ્‍તારોમાં સ્‍ત્રીઓનું મતદાન વધે તે માટે રાજકોટ શહેરની કુલ-૩૬૪ આંગણવાડીના વર્કર, કાર્યકર, સુપરવાઇન્‍ઝરોની એક મિટીંગ નોડલ ઓફિસર turnout Implement plan અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરે તથા ICDS શાખાના પ્રોજેકટ ઓફીસર ડો. લલીત વાંઝાનાં અધ્‍યક્ષ સ્‍થાને તા. ૧પના સવારે ૧૧-૦૦ કલાકે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે યોજાયેલ હતી.

કાર્યક્રમની પ્રાસંગિક વિધિ મેનેજર એન. એમ. આરદેશણા દ્વારા કરવામાં આવેલ તેમાં હાજર રહેલ તમામનું સ્‍વાગત કરવામાં આવેલ ત્‍યારબાદ લોકસભા સામાન્‍ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત તા. ૭ના મહિલા વાલીઓ મતદાન કરવા પ્રેરાય તે માટેની સમજણ નોડલ ઓફિસર turnout Implement plan અને નાયબ કમિશનર સ્‍વપ્‍નિલ ખરે દ્વારા આપવામાં આવેલ હતી. ત્‍યારબાદ આંગણવાડી વર્કરો-સુપરવાઇજરો દ્વારા પોતાનું તેમજ પરિવારનું મતદાન ૧૦૦% થાય તે માટે જરૂરી શપથવિધિ યોજવામાં આવેલ હતી, અંતમાં કાર્યક્રમનું સમાપન પ્રોજેકટ ઓફિસર વાંઝા દ્વારા કરવામાં આવેલ હતું.

(3:41 pm IST)