Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ભગવાન વિષ્‍ણુનો પૂર્ણાઅવતાર પ્રભુ શ્રી રામ

વિશ્વના સાતેય ખંડો પર આવેલી કુલ ૫૭ મિલિયન સ્‍ક્‍વેર માઇલ્‍સ અર્થાત ૧૪૮ મિલિયન સ્‍ક્‍વેર કિલોમીટરના વિશાળ ક્ષેત્રફળવાળી ધરતી  માતા પર માનવ કલ્‍યાણ અર્થે અવતાર પામેલા દેવી દેવતાઓમાં ત્રણ સર્વોચ્‍ચ દેવતાઓ બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશની ત્રિમૂર્તિમાંથી સંરક્ષક તરીકે ઓળખાતા ભગવાન વિષ્‍ણુના પુર્ણાઅવતાર એટ્‍લે કે વિષ્‍ણુના સંપૂર્ણᅠઅવતાર તરીકે જો કોઈ દેવને ગણવામાં આવતા હોય તો તે આદી અનાદિ કાળથી લોકોના દિલોમાં વસી ગયેલા અને દીમાગોમાં સમાઈ ગયેલા એકમાત્ર દેવતા પ્રભુ શ્રી રામ છે.

હિન્‍દુ શષાાવલીઓમાં દર્શાવ્‍યા મુજબ ભગવાન વિષ્‍ણુના સાતમા અને સૌથી લોકપ્રિય અવતારમાંનો એક એવા પ્રભુ શ્રી રામનો જન્‍મ ૧૦મી જાન્‍યુઆરી ૫૧૧૪ બીસી ભારતીય કેલેન્‍ડર મુજબ ચૈત્ર માસના શુક્‍લ પક્ષમાં બપોરના ૧૨ થી ૧ વાગ્‍યાના સમય દરમ્‍યાન પ્રાચીન ભારતના કૌશલ રાજયની રાજધાની અયોધ્‍યા એટ્‍લે કે આજના ઉતર પ્રદેશમાં થયો હતો.

આમ હજારો વર્ષો પહેલા થયેલા પ્રભુ શ્રી રામના જન્‍મ સમયથી અયોધ્‍યા હિન્‍દુઓ માટે ભારતના સાત સૌથી પવિત્ર શહેરોમાંનું એક એવું સૌથી પવિત્ર શહેર છે.

જેમ મુસ્‍લિમો માટે સૌથી પવિત્ર શહેર મક્કા છે,ᅠયહૂદીઓ અને ખ્રિસ્‍તીઓ માટેᅠસૌથી પવિત્ર શહેર જેરૂસલેમ છે તેવીજ રીતે હિન્‍દુઓ માટે સૌથી પવિત્ર શહેર અયોધ્‍યા છે.

ભારતના આવા સૌથી પવિત્ર શહેર અયોધ્‍યામાં જન્‍મેલા પ્રભુ શ્રી રામનું ભારતની સનાતન હિન્‍દુ સંસ્‍કૃતિ અને ધર્મમાંᅠખૂબજ મહત્‍વનું સ્‍થાન  છે.

સોળેય ગુણોથી સંપન્ન અને સોળેય કળાઓમાં પારંગત પ્રભુ શ્રી રામ ભગવાન વિષ્‍ણુના તમામ દસેય અવતારોમાંથી સંપૂર્ણ એટ્‍લે કે એકમાત્ર પુર્ણાવતાર ગણાતા ભગવાન વિષ્‍ણુંના સાતમા અવતાર છે.

મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રી રામના અવતારમાં ભગવાન વિષ્‍ણુએ તેમની કોઈપણ દૈવી શક્‍તિઓનું મિથ્‍યા પ્રદર્શન કર્યું નથી અને એક સામાન્‍ય માનવ તરીકેનું તદન સાદું અને ઊંચું  જીવન જીવી બતાવ્‍યુ છે અને તેથીજ રામાયણનાᅠલેખકᅠનારદ દ્વારા વાલ્‍મિકીનેᅠઉલ્લેખવામાં આવેલા રામના સોળ ગુણોના આધારેᅠપુરૂષોત્તમᅠએટ્‍લે પુરુષોમાં ઉત્તમ તરીકે સંબોધવામાં આવ્‍યા છે.                                

અયોધ્‍યામાં આવેલા ત્રણ મહત્‍વના સ્‍થાનોને હિંદુ ધર્મમાં અગ્રણી પુણ્‍યક્ષેત્ર તરીકેᅠગણવામાંᅠઆવેᅠ છે અને આ ત્રણ સ્‍થાનોમાં સૌથી પહેલું સ્‍થાન છે પ્રભુ શ્રી રામનું ᅠજન્‍મસ્‍થાન, બીજું સ્‍થાન છે સ્‍વર્ગદ્વારᅠએટ્‍લે કે ‘સ્‍વર્ગ'નું પ્રવેશદ્વાર અનેᅠત્રીજું સ્‍થાન છે યજ્ઞસ્‍થલ એટ્‍લે કે એક એવું સ્‍થાન કે જયાં પવિત્ર બલિદાન કરવામાં આવ્‍યું હતું.

ઇતિહાસમાં દર્શાવ્‍યા મુજબ આ મંદિરો જૂના દિવસોમાં અનુક્રમે ‘જન્‍મસ્‍થાન મંદિર',ᅠ ‘સ્‍વર્ગદ્વાર મંદિર' અનેᅠ‘ત્રેતા-કા ઠાકુરᅠમંદિર' તરીકે અસ્‍તિત્‍વમાં હતા.ᅠપરંતુ, તેઓ મધ્‍યકાલીન યુગમાં ઇસ્‍લામિક શાસન દરમિયાન નાશ પામ્‍યા હતા અને મસ્‍જિદો બનાવવામાં આવી હતી.ᅠᅠ          સંસ્‍કૃતમાંᅠ‘ત્રયોદશાક્ષરીᅠમંત્ર'ᅠકે ‘અક્ષરમંત્ર' જેને શ્રી રામ તારક મંત્ર તરીકે પણ ઓળખવામાંᅠઆવેᅠછેᅠજેનું રટણ ᅠશ્રી રામ જય રામ જય જય રામᅠછે જેનો વારંવાર જાપ કરવાથીᅠમોક્ષ પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે ‘તારકનો'ᅠઅર્થ એવો થાય છે કે જે જીવનેᅠવાહનᅠકરે છેᅠઅથવા તેનેᅠસંસારનાᅠમહાસાગરને પારᅠકરવામાંᅠમદદ કરે છે.

પ્રભુ શ્રી રામના મહાન ભક્‍તો જેમ કેᅠવાલ્‍મિકી, તુલશીદાસ,ભદ્રચલ રામદાસ, સમર્થ રામદાસ, ત્‍યાગરાજા, પુરંદરદાસ, ગોંડાવલેકર મહારાજ અને રાષ્ટ્રીય પિતા મહાત્‍મા ગાંધીજી તેમના ઉતમ ઉદાહરણો છે જેમણે આ આ મંત્રને લોકપ્રિય બનાવ્‍યો છે.

આવા હિંદુઓનાં લોક લાડીલા દેવ પ્રભુ શ્રી રામની યાદમાં રામના જન્‍મ સ્‍થાન પર રામના જન્‍મની યાદમાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્‍યું છે જેમાં  મંદિરના પ્રમુખ દેવતાᅠબાલક રામ જેને રામનુંᅠશિશુ સ્‍વરૂપ માનવામાં આવે છે જેᅠભગવાન વિષ્‍ણુનો સાતમો અવતાર છે તે શિશુ સ્‍વરૂપમાં રામને સંત શ્રી તુલસીદાસ દ્વારાᅠરામ લલ્લાᅠએટ્‍લે કેᅠ‘બાળ રામ' તરીકે ઓળખવામાં આવ્‍યા હતાᅠ.

રામ લલ્લાના મંદીરના ભૂમિપૂજનનાᅠપ્રસંગેᅠᅠભારતભરના અનેક ધાર્મિક સ્‍થળો પરથીᅠમાટી અનેᅠપવિત્ર જળ એકત્રિત કરવામાં આવ્‍યું હતું જેમ કે ગંગા, યમુના અને સરસ્‍વતી નદીઓના ત્રિવેણી સંગમ એવા પ્રયાગરજ ખાતે, કાવેરી નદી અને કર્ણાટકના તલકવેરી ખાતે તેમજ આસામના માં કામખ્‍યા મંદિર તેમજ દેશભરના વિવિધ હિન્‍દુ મંદિરો, ગુરુદ્વારો અને જૈન મંદિરો તેમજ ચાર ધામના ચાર તીર્થસ્‍થાનોની માટી મંદિરને આશીર્વાદ આપવા માટે એકત્રિત કરવામાં આવી હતી.

રામમંદિરના  ભૂમિ પૂજનના આગલા દિવસે એટ્‍લે કે તારીખ ૪ ઓગસ્‍ટ ૨૦૨૦ના રોજ રામચરણ પુજા એટ્‍લે કે રામના ચરણોની પુજા કરવામાં આવી હતી જેથી તમામ મુખ્‍ય દેવતાઓને મંદિરમાં ધાર્મિક રીતે આમંત્રિત કરવામાં આવે.

ભૂમિપૂજનના અવસરે, રામની મૂર્તિના દરજી ભગવત પ્રસાદ અને ચોથી પેઢીના દરજી શંકર લાલ દ્વારા રામ લલ્લાનો પહેરવેશ ટાંકવામાં આવ્‍યો હતો.ᅠ

૫ ઓગસ્‍ટ ૨૦૨૦ના રોજ ભૂમિ પૂજન થયા બાદ મંદિરનું બાંધકામ સત્તાવાર રીતે શરૂ થયેલું જેમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીજી દ્વારા સિલાયન્‍સ તરીકે ચાંદીની ઈંટ મૂકવામાં આવેલી અને સમારોહ પહેલા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએᅠઅયોધ્‍યાનાᅠહનુમાન ગઢી મંદિરમાં પ્રાર્થના કરીને હનુમાનજીનાᅠઆશીર્વાદ માંગ્‍યા હતા.ᅠ

નવા નિર્માણ પામેલા શ્રી રામ મંદિરના ગર્ભગૃહમાં નવનિર્મિત રામ લલ્લાની મૂર્તિનીᅠપ્રાણ પ્રતિષ્ઠાᅠકરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએᅠ૧૧ દિવસના ઉપવાસો માત્ર નારિયેળ પાણી પીને અને ફળ ખાઈને તેમજ રાત્રે જમીન પર સૂઈને પૂરા કરેલા.

જેના માટે ખુદ દેશના વડા પ્રધાને પણ પોતાની જાત સમર્પિત કરી દીધી એવા દેવોના દેવ અને સૌના લાડલા પ્રભુ શ્રી રામને કોટિ કોટિ પ્રણામ... જય શ્રી રામ..જય બાલાજી.

(3:39 pm IST)