Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

અગાઉ માતાને મારમાર્યોની ફરિયાદ કરી હવે તારા પિતાને પણ મારી શકુ કહી નિલેશ પર હુમલો

સોંખડા રોડ નિરાંતનગરમાં બનાવઃ કલ્‍પેશ જાદવ અને તેના પિતા સોમા જાદવ સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ

રાજકોટ,તા. ૧૭: સોખડા રોડ પરથી નીરાતનગર પાસે યુવાનને બે શખ્‍સોએ રોકી ‘મે અગાઉ તારી માતાને મારમાર્યો હતો અને ત્‍યારે તમે ફરિયાદ કરી હતી તો હું તારા પિતાને પણ મારામારી શકું'તેમ કહી ઝપાઝપી કરી બાઇકની લોખંડની ઘોડી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સોંખડા રોડ નીરાંતન મેઇન રોડ પર રહેતો નિલેશ મનોજભાઇ સોલંકી (ઉ.વ.૨૦) એ કુવાડવા રોડ પોલીસમાં સાત હનુમાન મંદિરની પાછળ રહેતા કલ્‍પેશ સોમાભાઇ જાદવ અને સોમાભાઇ જાદવ સામે ફરિયાદ નોંધાવી છે. નીલેશભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે ડ્રાઇવીંગ કરે છે અને પોતાના પિતા મનોજભાઇ રીક્ષા ચલાવે છે ગઇ કાલે પોતે સોખડા રોડ પર હસુભાઇ પરમારની દુકાન પાસે પોતાના બાઇકની ઘોડી તુટી ગઇ હોય તે રિપેર કરાવવા માટે જતો હતો ત્‍યારે પોતાની સોસાયટીમાં રહેતા કલ્‍પેશ સોમાભાઇ જાદવ પોતાની પાસે આવી પોતાને કહેલ કે ‘મે અગાઉ તારી માતાને મારમાર્યો હતો ત્‍યારે તમે ફરિયાદ કરી હતી તો હું તારા પિતાને પણ મારામારી શકુ તેમ કહી પોતાને ગાળો આપી ઝઘડો કરતો હતો. ત્‍યારે તેના પિતા સોમા જાદવ બાજુમાંથી આવી પોતાની સાથે ઝપાઝપી કરવા લાગ્‍યા હતા. બાદ કલ્‍પેશે ઉશ્‍કેરાઇ જઇ લોખંડની ઘોડી પોતાના માથામાં ફટકારી દેતા પોતે પડી ગયો હતો. ત્‍યાં પોતાનો મિત્ર મયુર બથવારે વચ્‍ચે પડી પોતાને છોડાવ્‍યો હતો. દેકારો બોલતા આસપાસના  લોકો એકઠા થતા બંને પિતા-પુત્ર ભાગી ગયા હતા બાદ પોતાન. ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે પોતે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ આઇ.એ.ભટ્ટીએ તપાસ હાથ ધરી છે.

(3:32 pm IST)