Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

શરાફી મંડળીને આપેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

૭૯ હજારનું વળતર ચુકવવા પણ કોર્ટનો હુકમ

રાજકોટ, તા. ૧૦ : શરાફી મંડળીને આપેલ રૂા. ૭૯,૦૦૦નો ચેક રિટર્ન થવાના કેસમાં સભાસદને ૧ વર્ષની અદાલત દ્વારા સાદી કેદની સજા કરવવામાં આવેલ છે.

આ કામની ટૂંકમાં હકીકત એવી છે કે રાજકોટની શ્રી સૌરાષ્‍ટ્ર શરાફી સહકારી મંડળી લી., રાજકોટ પાસેથી મંડળીના સભાસદ દરજજે નીશીત જમનભાઈ જોગીયા, રહે. રાજકોટવાળાએ લોન લીધેલ જે લોનની ચડત બાકી રકમ પેટે લોનીએ ફરીયાદી સંસ્‍થાને પોતાના બેંક ખાતાનો રૂ. ૭૯,૦૦૦/-નો ચેક આપેલ, ફરીયાદી સંસ્‍થાએ સદરહું ચેક પેમેન્‍ટ અર્થે પોતાની બેંકમાં રજુ કરતાં લોનીએ પોતાના નામનું બેંક એકાઉન્‍ટ કલોઝ કરાવી નાંખેલ હતું જે કારણોસર ચેક પરત ફરેલ. આ અંગે ફરીયાદી સંસ્‍થાએ ઘી નેગોશ્‍યેબલ ઈનસ્‍ટુમેન્‍ટ એકટ, ૧૮૮૧ અન્‍વયે લોનીને કાયદેસરની ડીમાન્‍ડ નોટીસ પાઠવેલ ત્‍યારબાદ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ અને સદરહું ફરીયાદ નામદારુ અદાલતમાં આ કામના આરોપી હાજર ન રહેતા કોટૅ કાયૅવાહી એક તરફી આગળ ચાલી જતાં ફરીયાદીના પુરાવાઓ અને ફરીયાદ પક્ષના વકિલશ્રીની મૌખિક દલીલોને ધ્‍યાને લઈ અદાલતએ આરોપી નીશીત જમનભાઈ જોગીયાને આ કામમાં તકસીરવાન ઠેરવી તેઓને ૧ વર્ષની સાદી કેદની સજા ત્‍થા ચેકની રકમ રૂા. ૭૯,૦૦૦/- ફરીયાદી સંસ્‍થાને વળતર પેટે, આરોપી મળી આવ્‍યાની તારીખથી ૧ માસમાં ચુકવવાની અને જો આ રકમ ન ચુકવે તો ૬ માસની વધુ કેદની સજા ફરમાવેલ છે ત્‍થા આ કામના આરોપી પર ફરતું પકડ વોરંટ ઈશ્‍યુ કરેલ છે.

 આ કામમાં શ્રી સૌરાષ્‍ટ્ર શરાફી સહકારી મંડળી લી., રાજકોટ વત્તી શ્રી ઉમંગ ડી. કક્કડ, એડવોકેટ રોકાયેલ હતા.

(3:28 pm IST)