Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

શ્રી રામનવમી એવં ઘનશ્‍યામ ભગવાન જન્‍મોત્‍સવ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્‍ય શણગાર

રાજકોટ તા.૧૭:  શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીના માર્ગદર્શનથી શ્રી રામનવમી -મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટય અયોધ્‍યામાં ચૈત્ર સુદ-૯ બપોરે ૧૨ વાગ્‍યે થયું હતું. ભગવાન શ્રી  રામચંદ્રજીનું સમગ્ર જીવન માણસને મર્યાદા અને ભાઈભાઈ પ્રત્‍યે કુટુંબ પ્રત્‍યે અને સમાજમાં  માણસનો વ્‍યવહાર કેવો હોવો જોઈએ તેની સુંદર શીખ આપે છે.

 ત્‍યારે શ્રી રામનવમી એવં ઘનશ્‍યામ જન્‍મોત્‍સવ  નિમિત્તે આજે બુધવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને  દિવ્‍ય વાઘા ધરાવી સવારે ૦૫.૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્‍વામી દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને હજારીગલના ફૂલોનો દિવ્‍ય શણગાર કરવામાં આવ્‍યો છે. શ્રી રામ જન્‍મોત્‍સવ નિમિતે બપોરે ૧૨.૦૦ કલાકે આરતી પ.પૂ.શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.   એવં શ્રી ઘનશ્‍યામ જન્‍મોત્‍સવ નિમિતે રાત્રે ૧૦.૧૦ કલાકે પૂજન-અર્ચન-કિર્તન-આરતી તેમજ હરિભક્‍તો દ્વારા રાસ-ગરબાની રમઝટ સાથે આંનદ ઉત્‍સવ મનાવવા આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-આરતીનો લાભ  હજારો હરિભક્‍તો લઇ ધન્‍યતા અનુભવી હતી.

(3:01 pm IST)