Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

પેડક રોડ પટેલ પાર્કમાં ત્રીજા માળેથી પટકાતાં રંજનાબેન માનેનું મોત

સુકવેલા કપડા લેવા જતાં લપસી પડયાનું સ્‍વજનોનું કથન

રાજકોટ તા. ૧૭: પેડક રોડ પર પટેલ પાર્ક-૨માં રહેતાં મુળ મહારાષ્‍ટ્રના રંજનાબેન સુભાષભાઇ માને (ઉ.વ.૪૫) નામના મહિલા સાંજે સાડા ચારેક વાગ્‍યે ઘરના ત્રીજા માળે ગેલેરીમાંથી પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા સહિતે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. રંજનાબેનના પતિ ઇમિટેશનનું કામ કરે છે. આ પરિવાર વર્ષોથી રાજકોટ રહે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગેલેરીમાં સુકવેલા કપડા લેવા ગયા ત્‍યારે બેલેન્‍સ ગુમાવતાં પડી ગયાનું તેમના સગાએ જણાવ્‍યું હતું. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:09 pm IST)