Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ભેંસાણના એસ્‍ટ્રોસીટીના ગુન્‍હામાં ફરાર રાજકોટનો દુકાનદાર આહિર ઝડપાયો

જુનાગઢ, તા., ૧૭: ભેંસાણ પોલીસ સ્‍ટેશન એટ્રો. એકટ મુજબના કામે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સન્ની ડાંગર રહે.રાજકોટવાળો હાલમાં સરદારપુર ગામમાં આવેલ છે. જે મળેલ હકીકતના આધારે તપાસ કરતા બસ સ્‍ટેન્‍ડ પાસેથી ફોરવ્‍હીલ સાથે મળી આવતા પકડી પાડી આરોપી સન્નીભાઇ રાજેશભાઇ ડાંગર (આહીર) ઉ.વ.ર૮, ધંધો-રાહતની દુકાન રહે. હાથીખાના-૧૩ શ્રી ચામુંડા કૃપા કેનાલ રોડ રાજકોટ સામે કાર્યવાહી કરી છે.પો.સબ ઇન્‍સ. એમ.એન.કાતરીયા, પો.હેડ કોન્‍સ. એસ.એન.વાણીયા, પો.કોન્‍સ. કનકસિંહ રેવતુભા, પો.કોન્‍સ. અનકભાઇ ભીખુભાઇ બોઘરા પો.સ્‍ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે

(11:19 am IST)