Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, રાજકોટ ખાતે

પ્રખ્‍યાત કાર્ડિયાક સર્જન ડો. ભૂપેશ શાહ દ્વારા માત્ર એક જ દિવસ માં ૩ હૃદય રોગ ના વિનામૂલ્‍યે સફળ ઓપરેશન

રાજકોટઃ દિલ વિધાઉટ બીલૅના નામે જાણીતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ,, ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ શ્રી એ. પી. જે. કલામે આ હોસ્‍પિટલને ૅદિલ વિધાઉટ બીલના નામથી બીર્દાવેલ છે. આ હોસ્‍પિટલ રાજકોટમાં છેલ્લાં ૨૪ વર્ષથી સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે.

ડૉ ભૂપેશ શાહ, કાર્ડિયાક સર્જન શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકોમાટે વિનામુલ્‍યે ઓપરેશન થાય છે. અવાજ આર્થીક રીતે નબળા એવા હૃદય રોગ થી પીડિત ભારત ના અલગ અલગ રાજ્‍ય માં થી આવેલા ૩ દર્દીઓનું હોસ્‍પિટલ ખાતે માત્ર એક જ દિવસમાં જાણીતા નિષ્‍ણાત કાર્ડિયાક સર્જન ડૉ. ભૂપેશ શાહ દ્વારા બાયપાસ નું સફળ ઓપરેશન સફળ કરવામાં આવ્‍યું.

આ હોસ્‍પિટલમાં પુખ્‍ત અને બાળકોના તમામ પ્રકારના હૃદય ના ઓપરેશન વિનામૂલ્‍યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્‍યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૪ વર્ષ થી મેળવી રહ્યા છે. કાર્ડિયાક સર્જન ડો. ભૂપેશ શાહ દ્વારા રવજીભાઇ, લાભુબેન અને મિનાક્ષીબેનના ઓપરેશન કરવામાં આવેલ.

આ હોસ્‍પિટલ દ્વારા દેશના અલગ રાજ્‍યો સાથે કરાર થયેલ છે જેમાં ઓડિશા, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, બિહારના, આસામ, ઝારખંડ અને લદ્દાખ ના હૃદય રોગના દર્દીઓની સારવાર વિના મૂલ્‍યે કરવામાં આવે છે.

ભારતના ૭ રાજ્‍યો અને ૬૦ ટકા થી વધારે ભારતની આબાદીને ગુજરાતની બંને શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલે વિનામૂલ્‍યે હૃદય રોગના દર્દીઓને એક નવું જ જીવન પ્રદાન કર્યું છે. અહીં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ બાળદર્દીઓના વિનામૂલ્‍યે ઓપરેશન કરવામાં આવે છે.

(11:08 am IST)