Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

ભાજપ યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્‍પ

 પ્રદેશ ભાજપ અઘ્‍યક્ષ સી.આર.પાટીલજીના જન્‍મદિવસ અંતર્ગત વિધાનસભા-૬૮માં ભોજલરામની વાડી, પેડક રોડ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજવામાં આવેલ હતો. આ તકે આ બ્‍લડ ડોનેશન  કેમ્‍પમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિહ ઠાકુર, તેમજ અશ્‍વીન મોલીયા, જયમીન ઠાકર, હીરેન રાવલ, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયા,દલસુખ જાગાણી, મુકેશ રાદડીયા, કંકુબેન ઉધરેજા, દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા, નયનાબેન પેઢડીયા  સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. આ રકત દાન કેમ્‍પને સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાની ટીમે જહેમત ઉઠાવી હતી.

(4:59 pm IST)