Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પીટલ રાજકોટ દ્વારા ઉત્તરપ્રદેશમાં મહાનેત્રયજ્ઞ : પર૦ર૮ દર્દીઓના નિઃશુલ્‍ક ઓપરેશન

રાજકોટઃ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પીટલ રાજકોટ દ્વારા દેવરીયા (ગોરખપુર, ઉત્તરપ્રદેશ) આજુબાજુના વિસ્‍તારના અતિ ગરીબ તથા જરૂરીયાતમંદ લોકો કે જે આંખના મોતીયાના દર્દથી પીડતા હતા તે ગરીબ લોકો માટે મોતીયાના કેમ્‍પની નિઃશુલ્‍ક ઓપરેશન મહાશિબિરનું આયોજન દવરીયા (ગોરખપુર-ઉત્તરપ્રદેશ) ખાતે કરાયું હતું. જેમાં રેકર્ડબ્રેક પર૦ર૮ દર્દીઓના મોતીયાના ઓપરેશન કરી નવી દ્રષ્‍ટિ પ્રદાન થઇ હતી. આ મહાનેત્રયજ્ઞ શિબિરમાં દરરોજ બંને ટાઇમ બપોર તથા સાંજ દર્દી ભગવાન તથા તેમની સાથે આવેલ સાથીદાર સાથે દરરોજના ૪૦૦૦ લોકોને બંને સમય એમ કુલ ૮૦૦૦ લોકોને ભોજન પ્રસાદ આપવામાં આવતું હતું. આમ ૩ માસમાં આશરે ૭ થી ૮ લાખ લોકોને ભોજનરૂપી મહાપ્રસાદ લીધેલ હતો. આ નિઃશુલ્‍ક મહાનેત્રયજ્ઞ મહાશિબિર પ.પૂ.શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુશ્રી તેઓની સદેહ હાજરીમાં જે રીતે નેત્રયજ્ઞનું આયોજન કરી રહયા હતા તે જ પ્રમાણે આ મહાશિબિરનું વિશાળ પંડાલ, રસોડા, ઓ.પી.ડી.  વિભાગ, જાંચ કેન્‍દ્ર, રસોઇ ઘર, વોર્ડ તથા પ.પૂ. શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુશ્રીની ગુરૂમઢી એક વિશાળ પરીસરમાં સદગુરૂનગર ઉભુ કરવામાં આવ્‍યું હતું. આ મહાશિબિર મહાનેત્રયજ્ઞમાં ૩ માસ સુધી દર્દી ભગવાનની અનન્‍ય સેવા કરવામાં આવી હતી.

(4:38 pm IST)