Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

આજીડેમ ચોકડી શ્રીરામ પાર્કમાં અઢાર વર્ષના જીત દવેનો ફાંસો ખાઇ આપઘાત

પિતા સાથે સાડીની દૂકાનમાં બેસી મદદરૂપ થતો હતોઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૭: આજીડેમ ચોકડી પાસે રહેતાં અઢાર વર્ષના યુવાને અકળ કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ આજીડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્ક-૨૫માં રહેતાં જીતે ધર્મેનદ્રભાઇ દવે (ઉ.વ.૧૮) નામના યુવાને પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના વી. બી. સુખાનંદી સહિતે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાન બે ભાઇમાં નાનો હતો અને પિતા ધર્મેન્‍દ્રભાઇ દવેને યુનિવર્સિટી રોડ પર જાગૃતિ સાડી નામે દૂકાન હોઇ જીત પિતા સાથે આ દૂકાનમાં બેસી પરિવારને મદદરૂપ થતો હતો. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો કંઇ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(4:07 pm IST)