Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

૧૫ વર્ષની સગીરાને ભગાડવાના ગુનામાં મદદગારી કરનાર આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ,તા. ૧૭: ૧૫ વર્ષ ૬માસની સગીરાને ભગાડવા માં મદદગારી કરનાર દહીસરાના આરોપી વિરુદ્ધ કેસ ચાલી જતા આરોપીનો નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ ચકચાર કેસમાં જસદણ તાલુકાના ભાડલા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે ફરિયાદીની ૧૫ વર્ષ અને ૬ માસ ની સગીર વયની પુત્રીને લાલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે આરોપી પરેશ ઉર્ફે ભીખો વિઠ્ઠલભાઈ સાકરીયા ફરિયાદીના વાલીપણમાંથી તારીખ ૧૨/૬/૨૦૧૬ ના રોજ રાત્રિના સમયે ભગાડી ગયેલાની ફરિયાદ ભોગબનારની માતાએ ભાડલા પોલીસ સ્‍ટેશનમાં આઇપીસીની કલમ ૩૬૩,૩૬૬ નોંધાવેલી.

 નવાગામ, નગરીગામ, ત્રમ્‍બોડા, ઊંટવડ, શાપર, ઈસાપર આમ અલગ અલગ સ્‍થળે લઈ જઈ આરોપીએ ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધેલ મુખ્‍ય આરોપી અને ભોગબનનારને ભગાડવામાં અશ્વિન ઉર્ફે હરસુખ મૂળજીભાઈ સરસાણીયા રહે મુ.દહીસરા તાલુકો.જસદણ જીલ્લો રાજકોટ વાળાએ આરોપીને તથા ભોગબનનારને ભગાડવામાં મદદગારી કરેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામતા મદદગારી કરનાર આરોપીને તથા મુખ્‍ય આરોપીને પોલીસે ધરપકડ કરેલ અને આરોપીઓ સામે આઇપીસી ની કલમ ૩૭૬(૨)(આઈ)(એન) તથા ૧૧૪ તથા બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ની કલમ ૪,૬,૧૭ મુજબના ગુનાહોની કલમ ઉમેરો કરેલ ત્‍યારબાદ પોલીસ તપાસ પૂર્ણ થતા આરોપીઓ વિરોધ નામદાર પોક્‍સો સ્‍પેશિયલ કોર્ટમાં ચાર્જસીટ કરવામાં આવેલ.

ત્‍યારબાદ સરકાર તરફે આરોપીઓને સખતમાં સખત સજા કરવા માટે દલીલ કરવામાં આવેલ તેમજ આરોપી અશ્વિન ઉર્ફે હરસુખના એડવોકેટ કલ્‍પેશ એલ સાકરીયા દ્વારા વધુ દલીલ કરવામાં આવેલ અને આરોપીને નિર્દોષ છોડવા માટે વિસ્‍તૃત થી દલીલો તથા ઉલટ તપાસ પર ધ્‍યાન દોરેલ છે તે સ્‍પેશિયલ પોક્‍સો કોર્ટે આરોપી અશ્વિનને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામે આરોપી અશ્વિન ઉર્ફે હરસુખ સરસાણીયા તરફે રાજકોટના એડવોકેટ શ્રી કલ્‍પેશ એલ. સાકરીયા તથા રાહુલ બી, મકવાણા, ભાર્ગવ ડી. બોડા, લલીત કે. તોલાણી, નિપુલ આર. કારીયા, પરેશ એન. કુકાવા, કશ્‍યપ ભટ્‍, જુનીયર આસીસ્‍ટન તરીકે મીલન પી. થોરીયામેર અને કાનજી સી. શેખ રોકાયેલ હતા.

(4:01 pm IST)