Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

કંપની દ્વારા કર્મચારી ઉપર કરવામાં આવેલ ૬ કરોડ વસુલ લેવાનો દાવો રદ કરતી કોર્ટ

મે. નેટીશપાય સોલ્‍યુશન પ્રા. લી. દ્વારા કર્મચારી મીસ રૂચિ ભૂત સામે દાવો કરાયો'તો : એડવોકેટ ડી.એમ. પટેલની દલીલો - રજુઆતો માન્‍ય રખાઇ

રાજકોટ, તા. ૧૭ : મેસર્સ નેટિશપાય સોલ્‍યુશન પ્રા.લી. દ્વારા કર્મચારી મીસ રૂચિ ભૂત ઉપર કરવામાં આવેલ રૂપિયા છ કરોડ વસુલ લેવાનો દાવો રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે  મેસર્સ નેટિશપાય સોલ્‍યુશન પ્રા.લી.કંપની કે જે ઈન્‍ફોર્મેશન, ટેકનોલોજી અને સોફટવેર ડેવલોપમેન્‍ટનો બીજનેશ કરે છે. તેના દ્વારા મીસ રૂચિ ભુતને કવોલીટી એશ્‍યોરન્‍સ એન્‍જીનીયર તરીકે નિમણુંક આપવામા આવેલી અને કંપની દ્વારા મિસ રૂચિ ભુત ઉપર રૂપીયા છ કરોડ નુકશાની વળતર પેટે વસુલ લેવાનો દાવો  સિનીયર સિવીલ કોર્ટ રાજકોટમા કરવામા આવેલો કે તેણીએ કંપની સાથે કરેલ કરારનો ભંગ કરેલ છે અને નોન-ડીશ્‍કલોઝર કરારમાં દર્શાવેલી શરત નો ભંગ કરી કંપનીની માહીતી અન્‍ય કંપનીને પહોચાડી કંપનીને રૂપીયા છ કરોડનું નુકશાન પહોચાડેલ છે અને તે વસુલ લેવા મિસ રૂચિ ભુત સામે રૂપીયા છ કરોડ વસુલ મેળવવા નામદાર કોર્ટમા દાવો દાખલ કરેલો.

આ કેસ ચાલી જતા  મિસ રૂચિ ભુત તરફથી વિદ્વાન એડવોકેટ ડી.એમ.પટેલ એ હાજર થઈ એવી અરજી આપેલી કે, વાદી કંપનીનો આખો દાવો કરાર આધારીત છે અને નોન-ડીશ્‍કલોઝર એગ્રીમેન્‍ટની શરતોનાં ભંગ ઉપર આધારીત છે. પરંતુ આવો કોઈ કરાર જ કંપની અને રૂચિ ભુત વચ્‍ચે થયેલો જ નથી,અને કોઈ નોન-ડીશ્‍કલોઝર એગ્રીમેન્‍ટ માં મિસ રૂચિ ભુત એ સહી કરેલી નથી.જેથી કંપની અને મિસ રૂચિ ભુત વચ્‍ચે કોઈ કરાર જ અસ્‍તિત્‍વમા આવેલો નથી.

એડવોકેટ  ડી.એમ.પટેલની કાયદાકીય ધારદાર દલીલો અને નામદાર સુપ્રિમ કોર્ટના જજમેન્‍ટોની છણાવટો ધ્‍યાને લઇ કોર્ટે દાવો દાખલ કરવાનુ કોઈ કારણ કંપનીની તરફેણમા અસ્‍તિત્‍વમાં આવેલું નથી અને દાવો કાયદાના પ્રબંધો થી બાધીત છે.જેથી  સી.પી.સી.ઓર્ડરઃ-૭ રૂલઃ-૧૧ ની અરજી તે મંજુર કરી દાવો પ્રથમ તબકકે જ ગ્રાહય રાખી શકાય તેમ નથી તેમ ઠરાવીદાવો રદ કરેલ છે.

આ કેસમાં પ્રતિવાદી મિસ રૂચિ ભુત તરફે રાજકોટના એડવોકેટ  ડી.એમ.પટેલ રોકાયેલ હતાં.

દિપક પટેલ
ઍડવોકેટ

(5:25 pm IST)