Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

ગોવિંદભાઈ કાનગડ અને યાદવ મહાસભાના યુવા પ્રમુખ વિજય વાંકની રાષ્‍ટ્રીય સચિવ તરીકે વરણી

અખિલ ભારતવર્ષીય યાદવ મહાસભાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ પદે

રાજકોટઃ બિલાસપુર ખાતે યોજેલ રાષ્‍ટ્રીય કાર્યકારિણી તેમજ શતાબ્‍દી સમારોહમાં ગુજરાતનાં અખિલ ભારતવર્ષીય યાદવ મહાસભાના પ્રમુખશ્રી ગોવિંદભાઈ કાનગડ (મો.૮૧૬૦૬ ૪૩૭૪૨)ને રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષની જવાબદારી આપવામાં આવી હતી અને સાથે સાથે યાદ મહાસભાના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ અને યુવાનોની ધરોહર શ્રી વિજયભાઈ વાંક (મો.૯૮૨૪૪ ૬૫૩૭૬)ને રાષ્‍ટ્રીય સચિવ તરીકે વિશેષ જવાબદારી આપવામાં આવી હતી.

આ તકે ભારત રાષ્‍ટ્રની યાદવોની ધરોહર અને કોલકતાના પુર્વ મેયર તેમજ અખિલ ભારતવર્ષીય યાદવ મહાસભાના રાષ્‍ટ્રીય પ્રમુખશ્રી સ્‍વપનકુમાર ઘોષ યાદવ દ્વારા નિમણુંક કરવામાં આવેલ હતી. આ અવસરે શતાબ્‍દી સમારોહનાં અધ્‍યક્ષ શ્રી સત્‍યપ્રકાશ યાદવજી તથા રાષ્‍ટ્રીય સરક્ષક અને પૂર્વ મંત્રીશ્રી વાસણભાઈ આહીરનાં સહઅધ્‍યક્ષ સ્‍થાને ઉપસ્‍થિત રહ્યા હતા. અખિલ ભારતવર્ષીય યાદવ મહાસભાના કાયમી મેમ્‍બર અને જામનગરના સાંસદ શ્રી પુનમબેન માડમ તથા શ્રી ભીખુબાપા વાડોતરીયા વગેરે દ્વારા શુભેચ્‍છાઓ આપવામાં આવી હતી.

(5:17 pm IST)