Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

દેવર્ષિ રાચ્‍છની નેશનલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી

રાજકોટનો દેવર્ષિ છત્તીસગઢમાં રમાનારી નેશનલ હોકી ચેમ્‍પિયનશિપમાં ભાગ લેશેઃ નેશનલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી પામનાર સૌરાષ્ટ્રનો એકમાત્ર જૂનિયર ખેલાડીઃ અભિનંદવર્ષા

રાજકોટઃ જૂનિયર હોકી ખિલાડી દેવર્ષિ તુષાર રાચ્‍છની છત્તીસગઢ ખાતે રમાનારી નેશનલ લેવલ હોકી ચેમ્‍પિયનશિપમાં પસંદગી થઈ છે. રાચ્‍છ પરિવાર અને રાજકોટ માટે ગૌરવની વાત છે કે, નેશનલ લેવલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી પામનાર દેવર્ષિ રાચ્‍છ સૌરાષ્ટ્રનો એકમાત્ર જૂનિયર ખેલાડી છે. દેવર્ષિ રાચ્‍છ ની નેશનલ લેવલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી થઈ છે.

દેવર્ષિ રાચ્‍છએ માત્ર છ વર્ષની નાની ઉંમરે ૨૦૧૧ની સાલથી જ હોકી રમવાનું શરુ કરી દીધું હતું. હોકી કોચ મહેશ દિવેચાની મહેનત અને માર્ગદર્શનમાં હોકી પ્‍લેયર દેવર્ષિ રોજની બે કલાક પ્રેક્‍ટિસ કરે છે. કોચ મહેશ દિવેચાની પાસેથી જ ટ્રેનિંગ લઈ દેવર્ષિ રાચ્‍છ પાંચ વાર ઝોન લેવલ પર અને પાંચ વાર સ્‍ટેટ લેવલ પર હોકી રમી ચૂક્‍યો છે. વર્ષ ૨૦૨૧માં હરિયાણા ખાતે સબજૂનિયર લેવલ નેશનલ હોકી ચેમ્‍પિયનશિપમાં રાજકોટમાંથી ત્રણ હોકી પ્‍લેયર્સની પસંદગી થઈ હતી તેમાંથી એક દેવર્ષિ રાચ્‍છ પણ હતો.રાજકોટના તપસ્‍વી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા દેવર્ષિની હવે ચાલુ વર્ષ ૨૦૨૩માં સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર હોકી પ્‍લેયર તરીકે પસંદગી નેશનલ લેવલ જૂનિયર હોકી ચેમ્‍પિયનશિપમાં થતા તેમની શાળાના એમડી અમિશભાઈ અને સચિનભાઈએ શુભેચ્‍છા પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે, દેવર્ષિના પિતા તુષાર રાચ્‍છ પણ એક સારા ક્રિકેટર છે અને દર વર્ષે રાજકોટમાં યોજાનાર એકમાત્ર મીડિયા ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરે છે. પત્રકાર તુષાર રાચ્‍છના પુત્ર દેવર્ષિની નેશનલ લેવલ હોકી ચેમ્‍પિયનશિપમાં પસંદગી થતા સૌ કોઈ તેમને શુભેચ્‍છા પાઠવી રહ્યા છે. (મો.૯૯૭૯૭ ૫૪૪૪૪)

(4:52 pm IST)